સેવાયજ્ઞના સથવારે ધરમપુરના ધામણી ગ્રામે માં શારદાદેવીની જન્મજ્યંતિ ઉજવાઈ

On: December 22, 2025 9:17 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

શારદામઠના પ્રવાજિકા પ્રશાંતપ્રાણા માતાજીના વરદહસ્તે નવનિર્મિત ધ્યાનખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું : આયોજિત સેવાયજ્ઞમાં ૨૫૦ પરિવારોના બહેનોને સાડી વિતરણ થયું

વિશ્વજનની માં શારદાદેવીના જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ધરમપુર તાલુકા ધામણી ગ્રામે માં શારદાદેવીની જન્મજયંતીની ભવ્ય ઉજવણી “સેવાયજ્ઞ”ના સથવારે થઇ હતી શારદામઠના પ્રવાજિકા પ્રશાંતપ્રાણા માતાજીના વરદહસ્તે નવનિર્મિત ધ્યાનખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ધામણી ૨૫૦ પરિવારોના બહેનોને સાડી કરાતા આસપાસના ગ્રામજનો આનંદમાં ભાવવિભોર બની “શારદામય” બન્યા હતા

ધરમપુરની શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ, સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર ધામણી તથા શ્રી શારદામઠ વલસાડના ઉપક્રમે વિશ્વજનની માં શારદાદેવની જન્મજયંતી ઉજવણી પ્રસંગે ધામણી ગ્રામે નવનિર્મિત ધ્યાનખંડનું શારદામઠના પ્રવાજિકા પ્રશાંતપ્રાણા માતાજીના વરદહસ્તે લોકાર્પણ વૈદિક મંત્રોચ્ચારના સથવારે કરવામાં આવ્યું હતું જે પ્રસંગે પ્રવાજિકા અનિલપ્રાણા માતાજી અને પ્રવાજિકા સત્યનિષ્ઠાપ્રાણાજી માતાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બાદ ગ્રામજનો દ્વારા ગવાયેલા ભજન – સંકીર્તનના કારણે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક રંગે રંગાઈ ગયું હતું

પ્રાસંગિક પ્રવચનમાં ડો દોલતભાઈ દેસાઈએ ધામણી ગામે બનેલા ધ્યાનખંડનો ઉપયોગ વિદ્યાર્થીઓ ખાસ કરે અને દરરોજ અહીં પ્રાર્થના ધ્યાન- જાપ કરી વિદ્યાર્થીઓ ચારિત્ર્યનિર્માણ, સમાજસેવાના ગુણો વિકસાવી રાષ્ટ્રં ઘડવૈયા બને એવા નેમ રાખી વિદ્યાર્થીઓને દરરોજ ધ્યાન કરવા આહવાન કર્યું હતું
બાદ પ્રવાજિકા સત્યનિષ્ઠાપ્રાણાજી માતાજીએ ધ્યાનખંડ જઈ માં શારદાદેવી સમક્ષ પોતાના મનની વાતો કરી ત્યાંથી આંતરિક શક્તિ મેળવી મનને સકારાત્મક રીતે ખીલવવા દરરોજ સારા સારા પુસ્તકોનું અધ્યન કરવા જણાવ્યું હતું, બાદ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ધામણી શાળાના નાના નાના ભૂલકાઓએ વિવિધ સાંસ્કૃતીક કૃતિઓ સ્વાગતગીત, વકતૃત્વ જેવા કાર્યક્રમો આપી સૌના મન મોહી લીધા હતા,

પ્રવાજિકા અનીલપ્રાણા માતાજીએ સેવાયજ્ઞના કાર્યમાં માં શારદાદેવીની દિવ્યતા આજે પણ અનુભવ થાય છે “શિવજ્ઞાને જીવસેવા” નાં ભાવથી થતા આ સેવાયજ્ઞની સરવાણી અવિરત કાયમીરીતે વહેતી રહે એવા ભાવ વ્યકત કરી ઉપસ્થિત 250 પરિવારોને સાડી અને મફલર વિતરણ કર્યા હતા, મહાપ્રસાદનું આપી સૌને તૃપ્ત કરવામાં આવ્યા હતા, આ પ્રસંગે ધ્યાનખંડની જમીન દાનમાં આપનાર દાતાનું સન્માન કરવમાં આવ્યું હતુ ગામના તમામ આગેવાનોએ તમામ વ્યવસ્થાની કાળજી લીધી હતી, આ કાર્યક્રમમાં વલસાડ મુંબઈ અને ધરમપુરના ભક્તગણો મોટી સંખ્યામાં જોડાયા હતા, કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ નવીનભાઈએ આટોપી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!