એક્સચેન્જ માં ટેકનીકલ ખામી સર્જાતા બેંક ની કનેકટીવીટી ખોરવાઈ જતા ગ્રાહકો ને પડી રહી છે મુશ્કેલી
પારડી તાલુકાના અંબાચ ગામે એક માત્ર બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માં છેલ્લા એક અઠવાડિયાથી અનેક ગ્રાહકો નાણાકીય વ્યવ્ય્હાર માટે ધરમ ધક્કા ખાઈ રહ્યા છે જેની પાછળ નું મુખ્ય કારણ છે કે ઈન્ટરનેટ કનેક્ટીવિટી ના મળવાને કારણે અનેક ગ્રાહકોના પૈસા ને લગતા વ્યવહારો અટકી પડ્યા છે મહત્વ નું છે કે અંબાચ ગામે આવેલા બી એસ એન એલ કંપની ના ટેલીફોન એક્સેન્જ માં છેલ્લા કેટલાક સમય થી કોઈ ઓપરેટર નથી જેના કારણે રેગ્યુલર અને નિયમિત રીતે જે ઇન્ટર નેટ કનેક્ટીવીટી ના મળી શકતા બોરાડા ગુજરાત ગરમીન બેંક ના અનેક ગ્રાહકો છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમય થી ધક્કા ખાઈ રહ્યા છે સમગ્ર બાબતે બેંક ના મેનજર સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમના દ્વારા ઇન્ટરનેટ કનેક્શન નિયમિત રહે તે માટે બી એસ એન એલ કંપની માં દરરોજ ના લેખિત મૌખિક જાણકારી આપવામાં આવે છે પરંતુ બી એસ એન લે કંપની ના કોઈ કર્મચારી ના પેટ નું પાણી હાલતું નથી અને બેંક ના ગ્રાહકો વિકટ સ્થિતિ માં મુકાઈ રહ્યા છે મહત્વનું છે કે અંબાચ અને તેની આસપાસ માં આવેલા અનેક ગામોના ૨૦ હજાર થી વધુ લોકો બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માં ખાતા ધરાવે છે પરંતુ છેલ્લા કેટલાક સમય થી અંબાચ બી એસ એન એલ એક્સચેજ માં મશીન ખોટકાઈ પડતા થયેલી ટેકનીકલ સમસ્યા નો ભોગ બેંક ના કર્મચારી સહિત ગ્રાહકો બનાવાનો વારો આવી રહ્યો છે