અમદાવાદ થી વિલ્સન હિલ ખાતે મુસફરો ને સેલગાહે લઇ ને આવેલી એક મુસફરો ભરેલી બસ નંબર જી જે ૦૧ ઈ ટી ૪૦૨૩ આજે બપોરે ધરમપુર થી આવધા થઇ ને વિલ્સન હિલ તરફ જવા નીકળી હતી તે સમયે ઢાળ ઉપર ચડતી વેળા એ ચાલકે સ્ટેરીંગ ઉપર નો કાબુ ગુમાવતા બસ ઢાળ ઉપર થી પલટી હતી જેમાં સવાર મુસાફરો ને નાની મોટી ઈજાઓ પોહચી હતી જયારે બે મુસફરો ને ઈજાઓ થતા તેમને સારવાર માટે ૧૦૮ મારફતે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા શની રવી ની રજાઓ માં અનેક સ્થળે થી પર્યટકો વિલ્સન હિલ ની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આજે બપોરે ૨૯ સીટર મીની બસ આવધા ઘાટ ઉપર પલટી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામ ને બહાર કાઢવા માટે મદદરૂપ બન્યા હતા