કપરાડાનું એક એવું ગામ જ્યાં જો કોઈ માંદુ પડે તો ઝોળી બનાવી કાવડ કરી ૩ કિમી ચાલી ને મુખ્ય માર્ગ સુધી લાવવા ની ફરજ પડે છે ૧૦૮ ફળિયામાં આવતી નથી

0
915
સરવરટાટી થી બન્દુસા ફળિયા તરફ જતો વર્ષો જુનો કાચો પગ દાંડી માર્ગ

આદિવાસી વિસ્તાર માં આજે પણ જ્યાં સરકાર વિકાસ થયો હોવાની વાત કરી રહી છે ત્યાં આજે પણ લોકોને જરૂરી પ્રાથમિક જરૂરિયાતો ના મળતા તેઓ આજે પણ કપરી સ્થિતિ માં જીવન નિર્વાહ કરવાની ફરજ પડી રહી છે કપરાડા તાલુકાના સરવરટાટી ગામ ના મુખ્ય મુળગામ ફળિયા થી બન્દુસા ફળિયા માં જવા માટે આજે પણ કોઈ ડામર રોડ બનાવવામાં આવ્યો નથી અહીના ૩૦૦૦ ની વસ્તી ધરાવતા બન્દુસા ફળિયા ના લોકોને આજે પણ પગપાળા જવાની ફરજ પડે છે ચોમાસા દરમ્યાન કોઈ માંદગી માં સપડાયા તો ફળિયા થી મુખ્ય માર્ગ ઉપર દર્દી ને લાવવા માટે લાકડા ની મદદ થી ઝોળી કે કાવડ બનાવી ને બે વ્યક્તિ ઊંચકી ને ૩ કિમી ચાલી ડુંગર ઉપર લાવવા માં આવ્યા બાદ તેને ૧૦૮ સેવા ની મદદ મળે છે અહી નેટવર્ક પણ નથી જેથી સ્થાનિકો ને સંદેસા વ્યહાર માટે પણ ખુબ મુશ્કેલી પડે છે રાજકારણી ઓ સરકારી તંત્ર અને અનેક સ્થળે આવેદન લખિત મૌખિક ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી કોઈ એ ધ્યાન ના આપતા સ્થાનિકો ની હાલત કફોડી છે લોકોની માંગ છે કે તેઓ ને ૩ કિમી નો ડામર રોડ બનાવી આપવામાં આવે નહિ તો આગામી દિવસ માં સ્થાનિકો ચુંટણી દરમ્યાન કોઈ ને પ્રચાર કરવા ફળિયા માં આવવા નહિ દે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here