છેલ્લા ઘણા સમય થી દીપડો ચિચવાડા ગામમાં શિકારની શોધમાં દીપડો ફરી રહ્યો હતો
જંગલ વિસ્તારમાંથી વલસાડ તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં દીપડાઓ આવી પહોંચતા હોય છે..વલસાડના ચિચવાડા ગામમાં દીપડો ઘણા સમયથી શિકારની શોધમાં ફરી રહ્યો હતો જેની જાણ ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી..અને ફોરેસ્ટ વિભાગની ટીમ ચિચવાડા ગામમાં પહોંચી ગઈ હતી..સ્થળ નિરીક્ષણ કરી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવાની કામગીરી શરૂ કરી હતી અને પાંજરું ગોઠવ્યું હતું..ત્યારે આજરોજ વહેલી સવારે વલસાડના ચિચવાડા ગામમાં આદમ ખોર ખુંખાર દીપડો શિકારની શોધમાં આવી પહોંચ્યો હતો..અને ફોરેસ્ટ વિભાગ દ્વારા ગોઠવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાય ગયો હતો..ખુંખાર દીપડો પાંજરુંમાં પુરાય જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો..અને દીપડાને જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા..ત્યારે થોડા દિવસ અગાઉ જ ધરમપુર ખાતે પણ દીપડાએ વૃદ્ધ મહિલાનો શિકાર કરી તેને મોતને ઘાટ ઉતારી હતી..ત્યાર બાદ દુલસાદ ગામ ખાતે પણ એક મજૂર પર દીપડાએ હુમલો કર્યો હતો..જોકે આજરોજ વહેલી સવારે વલસાડના ચિચવાડા ગામમાંથી પકડાયેલા દીપડાનો વન વિભાગની ટીમે દીપડાનો કબજો લઈ રહેણાંક વિસ્તાર થી દૂર એકાંત વાળા જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે..