યુવાધન ની ઠંડા પીણા પીવા આંધળી દોટ,લગ્ન પ્રસંગે એક આખો ટેમ્પો ભરી કોલ્ડ્રિંગસ મંગાવવા માં આવે છે ઠંડા પીના શરીર માં રહેલા વિટામિન અને કેલ્શિયમનો નાશ કરે છે વધુ પડતા ઠંડા પીવા થી પેશાબ ની કોથળી નું કેન્સર નો ખતરો વધે છે..
ટેલિવિઝન માં આવતી વિવિધ બ્રાન્ડ ની ઠંડા પીણાની જાહેરાતો ને જોઈ હવે ગ્રામીણ કક્ષાએ ઠંડા પીણાંની ખૂબ ડિમાન્ડ વધી છે લગ્ન પ્રસંગ હોય કે અન્ય સામાજિક પ્રસંગ અહીં એક આઇસર ટેમ્પો ભરીને ઠંડા પીણા લાવવામાં આવતા હોય છે જોકે આ ઠંડા પીણા સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક છે તે હજુ સુધી ગ્રામીણ કક્ષાના લોકો તેનાથી માહિતગાર નથી અહીં કેટલીક કંપનીઓની બોટલો ઉપર એક્સપાયર ડેટ પણ કોઈ ચેક કરતું નથી. એવી જ કોલ્ડ્રીંક્સ ની બોટલો લોકો ખરીદી કરી રહ્યા હોવાની રજૂઆત સંકલન સમિતિની બેઠકમાં કલેકટર સમક્ષ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી એ કરી છે જે અંગે વિશેષ ડ્રાઇવ ચલાવવા કલેકટરે આરોગ્ય વિભાગને સૂચના આપી છે
હાલમાં યોજાઈ ગયેલી સંકલન સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નોલક્ષી ચર્ચા કરવામાં આવી હતી હવા જાહેર પ્રશ્નોમાં કપરાડા તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીએ તેમના કપરાડા વિસ્તારમાં બે ધડક ઠંડા પીણાનો કારોબાર ચાલતો હોવાનું જણાવ્યું હતું કપરાડા તાલુકાના ઊંડાણ ના ગામોમાં કેટલાક ડિસ્ટ્રીબ્યુટર સીટ ધરાવતા ઠંડા પીણાના વેપારીઓ દ્વારા રોજના એક થી બે કન્ટેનર ભરી બોટલો ઉતારવામાં આવી રહી છે અને બે ધડક વેચાણ કરી રહ્યા છે તેમજ યુવાનો પણ આ તમામ પ્રકારની જાણકારી વિના બોટલો ખરીદી કરે છે પણ તેના ઉપર એક્સપાયર ડેટ પણ જોતો નથી અને એવા તમામ ઠંડા પીણા પોતાના શરીરમાં ઉતારી રહ્યા છે જેના કારણે વધુને વધુ ઠંડા પીણા પીવાથી તેમની શારીરિક ક્ષમતા ઘટી રહી છે
*ઠંડા પીણા શું અસર કરે છે શરીર ને..અને કેટલું નુકશાન કરે છે.
દેખા દેખીમાં આજનો યુવા ધન ઠંડા પીણાંની લતે ચડી ગયું છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં સૌથી વધુ ઠંડા પીણા નો કારોબાર ચાલે છે ત્યારે એ પણ જાણી લો કે ઠંડા પીણા શરીરને કેવી અસર કરે છે કોલ્ડ્રીંક્સ પીવાથી તેની સીધી અસર શરીરમાં રહેલા વિટામિન અને કેલ્શિયમ ઉપર થાય છે કાયમી રીતે કોલ્ડ્રીંક્સ પીવાથી શરીરના હાડકામાં રહેલું કેલ્શિયમ ઓછું થઈ જાય છે અને જેના કારણે હાડકાના દર્દો વધી જતા હોય છે હાડકાને લગતી બીમારીઓ પણ વધે છે કાયમી કોલ્ડ્રીંક્સ પીનારાઓને પેશાબની કોથળીમાં કેન્સર થવાનો ભય પણ રહે છે સાથે જ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ની પણ બીમારી ની શક્યતા વધી જતી હોય છે આમ કોલ્ડ્રીંક્સ મનુષ્યના શરીર માટે કેન્સર સુધી લઈ જનારો ખતરો પેદા કરે છે ત્યારે યુવાનોએ ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ બાળકો માટે તો તે ખૂબ જોખમી છે
*ગ્રામીણ કક્ષાએ શરીર માટે લીંબુ શરબત કે શેરડીનો રસ કે નારિયળ પાણી ખૂબ લાભદાયક છે
ગ્રામીણ કક્ષાએ રહેતા લોકો માટે આસાનીથી ઉપલબ્ધ એવું લીંબુ શરબત નારિયળ પાણી કે શેરડીનો રસ શરીર માટે ખૂબ લાભદાયી બની રહે છે સાથે જ સ્થાનિક કક્ષાના લોકોને તેને ખરીદ અને વેચાણથી રોજગારી પણ મળે છે માટે સૌથી વધુ લોકોએ કોલ્ડ્રીંક્સ થોડી સ્થાનિક લોકોને રોજગાર મળે એવા હેતુથી નારિયળ પાણી કે લીંબુ શરબત ને અપનાવવા જોઈએ
*લગ્ન પ્રસંગે ઠંડા પીણા ની વહેચણી કરવાનો ગ્રામીણ કક્ષાએ રિવાજ વધ્યો છે
ગ્રામીણ કક્ષાએ હવે લગ્ન પ્રસંગોમાં એક નવો જ રિવાજ ઉભો થવા પામ્યો છે જે ઘરે લગ્ન પ્રસંગ હોય તેમના દ્વારા ઠંડા પીણાંની બોટલો ઉતારી લગ્ન પ્રસંગમાં આવનારા મહેમાનોને વિતરણ કરવામાં આવે છે અને જો તેમ ન કરાય તો સમાજમાં તેઓની ચર્ચા થતી હોય છે એવું માનવામાં આવી રહ્યું છે પરંતુ આ કોલ્ડ્રીંક્સ શરીરમાં રહેલા અનેક વિટામિન અને કેલ્શિયમ ને નુકસાન પહોંચાડે છે તે ગ્રામીણ કક્ષાના લોકોને સહેજ પણ ખ્યાલ નથી જેના કારણે લોકો બિન્દાસ પણે આ કોલ્ડ્રીંક્સ ગટગટાવી રહ્યા છે
ત્યારે વલસાડ જિલ્લામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં પૂર્વ મંત્રી અને કપરાડાના ધારાસભ્યોએ કલેકટર સમક્ષ કોલ્ડ્રીંક્સના દૂષણ બાબતે રજૂઆત કરી હતી જે અંગે કલેકટરે આરોગ્ય વિભાગને તાત્કાલિક સૂચના આપી ગ્રામીણ કક્ષાએ કોલ્ડ્રીંક્સ નું દૂષણ રોકવા માટે લોકોને જાગૃતતા લાવવા વિશેષ કાર્યક્રમ યોજવા સૂચન કરવામાં આવ્યું છે ત્યારે હવે આરોગ્ય વિભાગ કેવું અને કઈ રીતે આયોજન કરે છે તેના ઉપર સૌની નજર છે તો બીજી તરફ બિન્દાસ પણે ધમધુકાર કારોબાર ચલાવતા કોલ્ડ્રિક્ષના વિવિધ વેપારીઓ ઉપર પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તપાસ કરી વિના કોઈ એક્સપાયર દેતે વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરે તેવી સમયની માંગ ઉઠી છે નહીં તો આગામી દિવસમાં ગ્રામીણ કક્ષાએ ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સહિત કેન્સરના રોગીઓ વધી જાય તો નવાઈ નહીં