ખડકવાળ પ્રાથમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો 29 યુનિટ રક્તદાન મેળવ્યું 

0
12

કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખડકવાળ ગામે ખડકવાળ પ્રાથમિક શાળામાં પાર્થ ટ્રેડર્સ વાપી , સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રોટરી વાપી રીવરસાઈડ, શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર, RAINBOW WARRIORS DHARAMPUR તથા ખડકવાળ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન અરુણભાઈ અગરકર ટ્રસ્ટી (એન્જિનિયર એસોસીએશન વાપી), પાર્થિવ મહેતા (પાર્થ ટ્રેડર્સ વાપી), પરમેશ્વર બંગ (પ્રમુખ રોટરી વાપી)ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. 

             શાળાના આચાર્ય કાશીરામભાઈ એ સૌ મહેમાનો તથા રક્તદાતાઓને આવકાર્યા હતા. તથા ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પછોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું . કપરાડા તાલુકાના બી.આર.સી કો.ઓ સંજયભાઈ દરજીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

         RAINBOW WARRIORS DHARAMPUR ની અનોખી પરંપરા મુજબ વ્યક્તિ વિશેષ તરીકે દરેક રક્તદાન કેમ્પમાં રસોઈયા તરીકેની ફ્રીમાં સેવા આપનાર  શાંતારામભાઈનું શાલ ઓઢાડી પુષ્પછોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું 

       આ પ્રસંગે અરુણભાઈ અગરકર ટ્રસ્ટી (એન્જિઓને નિયર એસોસીએશન વાપી), પાર્થિવ મહેતા (પાર્થ ટ્રેડર્સ વાપી), પરમેશ્વર બંગ (પ્રમુખ રોટરી વાપી) મનીષભાઈ ભાવસાર , ગૌતમ ભાવસાર , સોનલબેન  ભાવસાર , કૃષિત શાહ ,  સંજયભાઈ દરજી બી.આર.સી. કો. કપરાડા , જયેશભાઈ પાડવી (સી. કાર્યાધ્યક્ષ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ), કિરણભાઈ ભોરસટ આચાર્ય ખરેડી,  નીલોફર શેખ સી.આર.સી માનાલા , જયંતિ ભાઈ પટેલ શીતલ છાંયડો લાઈબ્રેરી નગરીયા , સ્નેહલ પટેલ કુસુમ ફાઉન્ડેશન  જયેન્દ્રભાઈ ગાંવિત સરપંચ મનાલા , રાજેશભાઈ રાઉત સામાજિક કાર્યકર, નીતા પટેલ , દર્શના પટેલ, અશોક પટેલ  તથા મોટી સંખ્યામાં શિક્ષકો  ઉપસ્થિત રહી રક્તદાન કરી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

      રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી ટુવાલ , સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી ટીફીન બોક્ષ, રોટરી વાપી રીવરસાઈડ તરફથી દીવડી તથા થેલી, શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર તરફથી હેલમેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ખડકવાળ શાળા પરિવાર તરફથી તમામ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી .

        કાર્યક્રમને સફળ બનાવવા ખડકવાળ શાળા પરિવારના આચાર્ય કાશીરામભાઈ , ભાવનાબેન પટેલ , પ્રગતિબેન ટંડેલ, ભરતભાઈ , તેજસભાઈ તથા તમામ સ્ટાફ મિત્રોએ  ભારે જહેમત ઉઠાવી હતી 

       કાર્યક્રમનું આયોજન તથા  સંચાલન ખડકવાળ શાળા પરિવાર , બી.આર.સી કપરાડા , સી.આર.સી મનાલા તથા RAINBOW WARRIORS DHARAMPUR ના કો.ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here