અનાવિલ યુવા સંગઠન દર વર્ષે ની જેમ આ વર્ષે પણ વિવિધ કાર્યક્રમ નું કરાશે  આયોજન 

0
22

અનાવિલ યુવા સંગઠન દર વર્ષે ત્રિવિધ કાર્યકમો નું આયોજન કરે છે આ વર્ષે પણ અનાવિલ યુવા સંગઠન સમગ્ર આયોજન માટે સજજ બન્યું છે આયોજન માં સહભાગી થવા થઈ શકો છો વધુ જાણકારી માટે અનાવિલ યુવા સંગઠન નો સંપર્ક કરી જાણકારી મેળવી શકાશે

૧.

 તા. ૨૨.૦૯.૨૦૨૪ રવિવાર ના રોજ Health and Sports Fair 2024

જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, આંખ અને દાંત ચકાસણી કેમ્પ અને ઇન્ડોર ગેમ, જેમાં Caram, Table Tennis, Chess ની સ્પર્ધા નું  આયોજન *ઉદવાડા અનાવિલ હૉલ* ખાતે *સવારે ૯.૦૦ થી સાંજે ૪.૦૦* વાગ્યા સુધી  કરેલ છે.

૨.

 *તા. ૨૬.૧૦.૨૦૨૪, શનિવાર ના રોજ અનાવિલ સ્નેહ મિલન સમારોહ ૨૦૨૪.

ગયા વર્ષ ની જેમ આ વર્ષે પણ બધા  અનાવિલો ભેગા મળી એક બીજા ને દિવાળી ની શુભેચ્છા ની આપ લે કરી શકે અને જેથી અનાવિલો ની એકતા જળવાઈ રહે ઉદ્દેશ થી દિવાળી નજીક અનાવિલ સ્નેહ મિલન સમારોહ અને ત્યાર બાદ ભવ્ય રાસ ગરબા નું આયોજન *વાપી અનાવિલ હૉલ* ખાતે કરવામાં આવેલ છે.

૩.

 *તા ૦૯.૦૨.૨૦૨૫ રવિવાર  તૃતીય અનાવિલ સમૂહ યજ્ઞોપવિત સમારોહ ૨૦૨૫* 

અનાવિલ યુવા સંગઠન નો ભવ્ય કાર્યક્રમ જેની સમાજ આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે,  બે ભવ્ય   કાર્યક્રમ ની સફળતા બાદ આ વર્ષે પણ તા.૦૯.૦૨.૨૦૨૫ ના રોજ 

વાપી અનાવિલ હૉલ ખાતે તૃતીય અનાવિલ સમૂહ યજ્ઞોપવિત સમારોહ નું ભવ્ય આયોજન કરેલ છે, જેમાં આજ સુધી ઘણા અનાવિલો એ પોતાના બાળકો ના જનોઈ આપવા માટે નામ નોંધાવ્યા છે. હજી પણ જેમણે પોતાના બાળકો ના નામ નોંધાવવા  હોય તેઓ તા. ૩૧.૧૨.૨૦૨૪ સુધી અનાવિલ યુવા સંગઠન ના કોઈ પણ મેમ્બર ને નામ નોંધાવી

શકે છે.

આવનાર તમામ કાર્યક્ર્મો માં સહભાગી થવા અનાવિલ યુવા સંગઠન તમામ અનાવિલો ને  ભાવભીનું આમંત્રણ પાઠવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here