જંગલ વિભાગે બોલેરો પિકઅપ માંથી 85 નંગ છોલેલા લાકડા મળ્યા 1 લાખ 72 હજાર નો મુદ્દામાલ કબ્જે
કપરાડા જંગલ વિભાગે માલઘર નજીક થી ખેરના લાકડા ભરેલી પિકઅપ ઝડપી જેમાં કુલ 85 નંગ ખેરના લાકડા મળી આવ્યા જેની અંદાજિત કિંમત 1,72000 નો મુદ્દામાલ જંગલ વિભાગ ની ટીમે કબજે લીધો હતો
કપરાડા રેન્જ ના છેલ્લા કેટલાક સમય થી મહારાષ્ટ્ર વિસ્તાર માંથી આવતા અનેક વાહનો માં રાત્રિના અંધકારનો લાભ લઈ સાગ અને ખેર ના લાકડા ની તસ્કરી કરવામાં આવે છે જેને ધ્યાને લઇ ને જંગલ વિભાગની ટીમ સક્રિય અને સતર્ક હતી ઉપરોક્ત બાબતે જંગલ વિભાગના આર એફ ઓ અંકિત ભાઈ પટેલ અને તેમની ટીમ ને બાતમી મળી હતી તે માટે વહેલી પરોઢિયે તેઓ કપરાડા રેન્જ માં આવતા વડોલી અને માલઘર નજીક થી પોતાના સરકારી વાહન લઈ જઈ રહ્યા હતા ત્યારે સામે થી આવતી એક બોલેરો પિક અપ નંબર એમ એચ 41 એ જી 0324 નો ચાલક સરકારી વાહન જંગલ ખાતા નું ભાળી જતા, બોલેરો પિકઅપ મૂકી ને ફરાર થઈ ગયો હતો જંગલ ખાતા ની ટીમે બોલેરો પિક અપ ચેક કરતા તેમાં થી કુલ 85 નંગ જેટલા ખેરના લાકડા જે 2.143 ઘન મીટર જેની અંદાજિત કિંમત 1,72,000 થવા જતી હોય પિક અપ સાથે નો મુદ્દામાલ કપરાડા રેન્જ દ્વારા કબજે લેવામાં આવ્યો છે અને ફરાર પિકઅપ ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ જંગલ વિભાગ ના કર્મચારીઓ કરી રહ્યા છે