નાનાબાળક ની જેમ ઉછેરી ને મોટા કરેલા ફડવળના 300 વેળા કોઈ ઈસમ કાપી જતા ખેડૂતને 4 લાખનું નુકશાન 

On: August 20, 2024 2:34 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર તાલુકાના તુંબી ગામે રહેતા ખેડૂત ના 300,જેટલા ફડવળના તૈયાર થયેલા વેલા કોઈ વિઘ્ન સંતોષી ઈસમ કાપી જતા ખેડૂત ને રોકાણ કરેલા રૂપિયા અંદાજિત 3 લાખ નું નુકશાન થવા પામ્યું છે ઘટના અંગે ખેડૂતે પોલીસ માં લેખિતમાં અરજી કરતા પોલીસે તપાસ કરીશું એવી સાંત્વના આપી છે 

સ્થળ ઉપર થી મળતી વિગતો મુજબ ધરમપુર ના તુંબી ગામે બજન ફળિયામાં રહેતા દીપક જશવંતભાઈ પટેલ નામના ખેડૂતે પોતાના ઘર નજીકમાં આવેલા ખેતરમાં ફડવળ ની ખેતી કરી હતી. જે માટે ચોમાસા અગાઉથી તેમણે ખેતરો ખેડીને તૈયાર કર્યા હતા અને એક નાનું બાળકને જે રીતે ઉછેરવામાં આવે તે રીતે ખેતરમાં 300 થી વધુ વેલાઓ તેમણે સખત મહેનત કરીને ઉછેર્યા હતા જે બાદ ગતરોજ જ ફડવળ વેલા ઉપર તૈયાર થઈ જતા પ્રથમ ઉત્પાદન આવ્યું હતું અને તેને ઉતારી અંદાજિત 53 મણ જેટલું શાકભાજીનું આ ઉત્પાદન તેઓ પોતાના વાહનમાં ભરીને માર્કેટમાં વેચાણ અર્થે લઈ ગયા હતા. બીજે દિવસે સવારે જ્યારે તેઓ પોતાના ખેતરમાં પહોંચ્યા ત્યારે ખાતર નાખતી વેળાએ તેમની નજર બે ત્રણ વેલા ઉપર પડી હતી કોઈ વિઘ્ન સંતોષી ઈસમો દ્વારા 300 જેટલા ફડવળના વેલા મૂળ નજીક થી એક ફૂટ છોડી તમામ કાપી નાખવામાં આવ્યા હતા

જે જોઈ ખેડૂત ના હોશ ઉડી ગયા હતા સખત પરિશ્રમ અને મહેનત કરીને ઉછેરેલા આવેલા ઓને કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કાપી નાખવામાં આવ્યા હતા જે જોતા એવું લાગી રહ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલી મહેનત અને તે જ દિવસે ઉતારેલા પાકને તેઓ શાકભાજી માર્કેટ લઈ ગયા હોય તેને જોઈ કોઈ ઈસમને ઈર્ષા થઈ આવી  હોવાનું હાલ તેઓ માની રહ્યા છે આ સમગ્ર બાબતે તેમણે ધરમપુર પોલીસ મોથકમાં લેખિતમાં જાણ કરી છે અને પોલીસ દ્વારા પણ આ સમગ્ર બાબતે તપાસ થશે એવી હૈયા ધારણા ખેડૂતને આપવામાં આવી છે હાલ તો ખેડૂતને પ્રશ્ન એ છે કે તેના આવેલાઓ કોણ કાપી ગયું હશે 

કારણ કે ખેતીવાડીમાં જેટલો સમય કાપવામાં નથી લાગતો તેનાથી વધુ સમય હેતી વાડીમાં છોડને કે વેલાને ઉછેરવામાં લાગતો હોય છે જે બાબત આ કાપનાર પોતે પણ સમજે એ ખૂબ જરૂરી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!