બોંપી ગામના લોકો ને ધન્ય છે માર્ગ મકાન વિભાગે કરવાની કામગીરી ગામ લોકોએ કરી
સંબંધિત અધિકારીઓ કરવાની કામગીરી ગ્રામજનો એ કરવી પડે કેવી કરુણતા અધિકારી ઓને લાજ આવવી જોઈએ
વહીવટી તંત્ર ના વાયદા ઓ ઉપર પ્રજા ને વિશ્વાસ ઉથી રહ્યો છે
ધરમપુર તાલુકાના બોપી અને વાંસદા મોળા આંબા ને જોડતા માર્ગ ઉપર થી વહેતી તાન નદી ના બ્રિજ ઉપર ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ઉપર થી વહ્યા બાદ બ્રિજ ના બન્ને તરફ ધોવાઈ જતાં ખાડા પડયા હતા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહિ થતા આખરે સ્થાનિક લોકો એ ભેગા મળી કોઝવે ના ખાડા પૂરી દેવાની કામગીરી કરી
અંતરિયાળ ગામના લોકો ને ચોમાસા દરમ્યાન તો ચેકડેમ કમ કોઝ વે ડૂબી જતાં મુશ્કેલી પડે જ છે પણ ચોમાસા પૂર્ણ થયા બાદ પણ બ્રિજ ધોવાઈ જવા કે કોઝવેના બંને તરફ ખાડા પડી જવાની ઘટનાને લઈને વાહનચાલકોની મુશ્કેલી વધે છે બાઈક ચાલકો પણ કોઝવે ઉપરથી પસાર થઈ શકતા નથી ત્યારે આવી પડતી મુશ્કેલીઓ સામે વહીવટી તંત્ર તેમની મદદ આવશે તેવી આશા તેઓએ બાંધી રાખી હતી મૌખિક રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર તરફથી કોઝવેની બંને તરફ પડેલા ખાડા પૂરવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નહીં જેના કારણે સ્થાનિક લોકોએ રોજિંદા પડતી મુશ્કેલી દૂર કરવા વહીવટી તંત્રથી નિરાશ થઈને આખરે તમામ લોકોએ ભેગા થઈ કોઝવેની બંને તરફ પડેલા ખાડાઓ પુરવાની કામગીરી આરંબી દીધી
સ્થાનિક લોકોએ જણાવ્યું કે પારકી આ સદા નિરાશ વહીવટી તંત્રની આશાએ બેસી રહેવાથી આ કામગીરી ખબર નહીં ક્યારે થાય પરંતુ જો સ્થાનિક લોકો ભેગા મળીને આ કામગીરી પૂરી કરી દે તો લોકોને આવા ગમનની રોજિંદા પડતી મુશ્કેલી દૂર થઈ જાય તેમ છે જેના કારણે ગોપી ગામના લોકોએ ભેગા મળી જાતે જ બ્રિજની સમારકામની કામગીરી આરંભવી દીધી હતી અને મોટાભાગની કામગીરી પણ કરી દીધી છે
ત્યારે હવે લોકોમાં એક ચર્ચા ઉઠી છે કે અનેક જગ્યાઓ ઉપરથી સરકાર ટેક્સના નાણાં કાપે છે તેમ જ વિવિધ સુવિધાઓ આપવા માટે તૈયારી પણ બતાવે છે પરંતુ ગ્રામીણ કક્ષાએ લોકો ટેક્સના નાણા લેવા છતાં પણ તેઓને પૂરતી સુવિધાઓ મળતી નથી ચોમાસા દરમિયાન ધોવાઈ ગયેલા કોષોના ખાડા પૂરવા પણ વહીવટી તંત્રના રસ નથી જેના કારણે લોકોને હાલાકી પડે છે ત્યારે હવે સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર ઉપર વિશ્વાસ કરવો કે કેમ એ પણ એક મહત્વનો પ્રશ્ન ઊઠે છે
હાલ તો લોકોએ પોતાને પડતી મુશ્કેલી દૂર કરવા જાતે જ કામગીરી કરીને રોડ અને બ્રિજની બંને તરફ પડેલા ખાડા પૂરવાની કામગીરી પૂરી કરી દીધી છે લોકોનું કહેવું છે કે જ્યારે કોઈ મોટા રાજકીય નેતા કે મંત્રી કે વડાપ્રધાન શ્રી આવતા હોય ત્યારે રાતો રાત રોડના ખાડા પૂરાઈ જતા હોય છે અને રોડ પણ ડામર બની જતા હોય છે પરંતુ સામાન્ય વ્યક્તિ માટે પડતી મુશ્કેલી અને હાલાકી માર્ગ અને મકાન વિભાગ અને જિલ્લા કે તાલુકા પંચાયતના અધિકારીઓને નયન પટલ ઉપર દેખાતી નથી