ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડની માઇનિંગ સબસિડીઅરી કંપનીને 35 મિલિયન યુએસ ડોલર (રૂ. ૨૯૩ કરોડનો) એક્સપોર્ટ ઓર્ડર મળ્યો

0
44

કંપનીની માઇનિંગ પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડને સાત વર્ષના ગાળા માટે 2,97,388 મેટ્રિક ટન વ્હાઇટ માર્બલના સપ્લાય માટેનો ઓર્ડર મળ્યો

મુખ્ય બાબતો

• શ્રી સુનિલ અગ્રવાલને 26 જુલાઈ 2024થી કંપનીના અધિક ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા

• કંપનીના બોર્ડે તાજેતરમાં 1 માટે એક શેર સામે પાંચના સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી અને 9 ઓગસ્ટને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી

• ઈજીએમમાં કંપનીએ સ્ટોક વિભાજનને મંજૂરી આપી, અધિકૃત શેર મૂડી રૂ. 850 કરોડ છે 

• કંપની દિલ્હીમાં ટેક્સટાઇલ ગાર્મેન્ટ્સ અને ફેબ્રિક્સની નિકાસ માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્થાપશે

• કંપનીના શેર 6 મે 2024 ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા અને સોદા માટે સ્વીકારવામાં આવ્યા છે.

• નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 8.95 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, કુલ આવક રૂ. 179.02 કરોડ રહી

હૈદરાબાદ, 29 જુલાઈ, 2024 – હૈદરાબાદ સ્થિત અગ્રણી સૉક્સ અને કોટન પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપની ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડ (BSE – 532022, NSE – FILATFASH) ની સબસિડીઅરી (પેટાકંપની) એ 2,97,388 મેટ્રિક ટન વ્હાઇટ માર્બલના સપ્લાય માટે 35 મિલિયન યુએસ ડોલરનો નિકાસ ઓર્ડર મેળવ્યો છે.

માઇનિંગ બિઝનેસમાં કંપનીની પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડને બ્લૂમફ્લોરા વેન્ચર્સ લિમિટેડ તરફથી આ ઓર્ડર મળ્યો છે. આ કંપની આફ્રિકામાં તેમની આગામી 54 બેડ્સની હોસ્પિટલ માટે હોસ્પિટલ ડેવલપમેન્ટ બિઝનેસમાં છે. 7 વર્ષના સમયગાળામાં વ્હાઇટ માર્બલ સપ્લાય કરવાનો ઓર્ડર 35 મિલિયન યુએસ ડોલર  (રૂ. ૨૯૩ કરોડનો) નો હોવાનો અંદાજ છે. કંપનીની માઇનિંગ પેટાકંપનીનો આ પ્રથમ એક્સપોર્ટ ઓર્ડર છે. 

ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની 26 જુલાઈ 2024ના રોજ યોજાયેલી બેઠકમાં શ્રી સુનિલ અગ્રવાલની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેટેગરીમાં કંપનીના અધિક ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિમણૂંકને મંજૂરી આપી છે. આ નિમણૂંક આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધીન છે. શ્રી સુનિલ અગ્રવાલ પાસે 10 વર્ષથી વધુનો વ્યાપક અનુભવ છે અને તેઓ નાણાંકીય સેવાઓ, સલાહકાર, રોકાણ સલાહકાર અને રિસ્ક મેનેજમેન્ટ કન્સલ્ટિંગમાં કુશળતા ધરાવે છે અને કેટલીક અગ્રણી કંપનીઓના બોર્ડમાં રહી ચૂક્યા છે.

કંપનીએ 15 જુલાઇ 2024ના રોજ યોજાયેલી એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગમાં એક શેરના પાંચ શેરમાં શેર વિભાજનને મંજૂરી આપી હતી. ઇજીએમમાં શેરધારકોની મંજૂરી માટે કંપનીની કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 850 કરોડ છે અને દરેક રૂ. 1ના 850 કરોડ ઇક્વિટી શેરમાં વિભાજિત છે.

મૂડીબજારમાં તરલતા વધારવા અને શેરધારકોના આધારને વિસ્તૃત કરવા માટે, કંપનીએ 7 જૂન 2024ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં 1:5 (1 શેરના પાંચ શેર)ના શેર વિભાજનને મંજૂરી આપી હતી. કંપનીએ રૂ. 5ની ફેસ વેલ્યુના હાલના 1 ઇક્વિટી શેરને પ્રત્યેક રૂ. 1ના ફુલ્લી પેઇડ-અપ પાંચ ઇક્વિટી શેર્સમાં વિભાજન કરવાને મંજૂરી આપી છે. શેર વિભાજનના હેતુ માટે રેકોર્ડ તારીખ 9 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે.

1995માં સ્થાપિત ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડ ભારતમાં પ્રથમ વખત ઇન્ફ્રારેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવીનતમ ફિનિશિંગ અને સેટિંગ મશીનો સાથે 25 સોક્સ-નિટીંગ મશીનો સાથે સોક્સના ઉત્પાદન અને કોટન પ્રોડક્ટ્સમાં નિષ્ણાત છે. ફિલાટેક્સ ફેશન્સ એ યુરોપિયન અને ભારતીય બજારમાં સમૃદ્ધ અનુભવ મેળવ્યો છે. હૈદરાબાદ, તેલંગાણામાં સ્થિત ઉત્પાદન પ્લાન્ટ સાથે, કંપની પ્રાઇવેટ લેબલ સર્વિસીઝ અને સોક્સ માટે તેના બ્રાન્ડેડ લેબલનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપે છે. કંપનીના ગ્રાહકોમાં ફિલા, સર્જિયો ટેચિની, એડિડાસ, વોલ્ટ ડિઝની અને ફેશન જગતના અન્ય ઘણા ટોચના લેબલ્સ જેવી પ્રખ્યાત બ્રાન્ડનો સમાવેશ થાય છે.

કંપનીના શેરોને તાજેતરમાં 6 મે 2024થી FILATFASH કોડ સાથે એનએસઈ પર સોદા માટે સ્વીકારવામાં આવ્યા છે. કંપનીના શેર 23 સપ્ટેમ્બર 1996 થી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હતા અને સ્ક્રીપ કોડ 532022 સાથે એક્સચેન્જમાં લિસ્ટ થવાનું ચાલુ રહેશે. કંપનીએ 30મી માર્ચ 2024થી કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) તરીકે શ્રી યશ સેઠિયાની નિમણૂંક પણ કરી છે.

6 જુલાઈના રોજ મળેલી મીટિંગમાં કંપનીના બોર્ડે દિલ્હીમાં ટેક્સટાઈલ ગાર્મેન્ટ્સ અને ફેબ્રિક્સની નિકાસ માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્થાપવાની મંજૂરી આપી છે કારણ કે દિલ્હી રેડીમેડ ચીજવસ્તુઓ માટેનું સ્ત્રોત છે જે વિદેશી બજારમાં સરળતાથી સપ્લાય કરી શકાય છે. વધુમાં, બોર્ડે બિઝનેસના વિસ્તરણ માટે મુંબઈમાં કોર્પોરેટ ઑફિસ સ્થાપવાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી અને સીઇઓ, હેડ ઓફ કમ્પ્લાયન્સ વગેરે જેવા સિનિયર મેનેજરીયલ કર્મચારીઓની નિમણૂંક કરવાની યોજના બનાવી હતી જે કંપનીને વૈશ્વિક બજારોમાં તેના સરળ બિઝનેસ વિસ્તરણમાં મદદ કરશે. 

કંપની પાસે હૈદરાબાદ ખાતે સ્થિત એ અદ્યતન ઉત્પાદન એકમ છે, જેમાં કોરિયા અને ઇટાલીની અદ્યતન મશીનરી સાથે ઇન-હાઉસ આરએન્ડડી સુવિધાઓ છે, જે અગ્રણી બ્રાન્ડ્સના વિવિધ નવા ઓર્ડર સાથે વૃદ્ધિના માર્ગ પર છે. કંપની પાસે 4 એકરમાં ફેલાયેલો આધુનિક અત્યાધુનિક પ્લાન્ટ છે જે દર વર્ષે 8.64 મિલિયન જોડી સોક્સનું ઉત્પાદન કરી શકે છે. કંપની આગળ ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 14 મિલિયન જોડી સોક્સ સુધી વધારવાની યોજના ધરાવે છે.

નાણાંકીય વર્ષ 2023-24 માટે, કંપનીએ રૂ. 8.95 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, કુલ આવક રૂ. 179.02 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન, કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2.56 કરોડ અને કુલ આવક રૂ. 69.59 કરોડ નોંધાઈ હતી.

For more information, visit www.filatexfashions.co.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here