રસ્તામાં પડેલા ખાડા બસ મુસાફરો માટે બની રહ્યા છે દુશ્મન

0
222

દરરોજ નીયમીત રીતે વલસાડ થી ધરમપુર જતી બસો થઈ રહી છે એક થી દોઢ કલાક લેટ મુસાફરો કલાકો રાહ જોઈ જોઈ પરેશાન

વલસાડ જિલ્લામાં મળી રહેલા વરસાદને કારણે ઠેક ઠેકાણે માર્ગમાં ખાડા પડી જવા પામ્યા છે જેના કારણે રોડ ઉપરથી આવતા જતા વાહન ચાલકોને તો મુશ્કેલી પડે છે પરંતુ હવે પરિસ્થિતિ એટલી હદે ગંભીર બની છે કે વલસાડથી ધરમપુર આવતી ઇન્ટરસિટી બસો પણ આ માર્ગમાં પડેલા ખાડાના કારણે ટ્રાફિક જામમાં ફસાતા એક થી દોઢ કલાક લેટ પડી રહી છે જેના કારણે સમયસર પોતાના ઘરે જવા નીકળતા મુસાફરો કલાક બે કલાક મોડા પહોંચી રહ્યા છે

ધરમપુર થી વલસાડ વચ્ચે દોડતી મોટાભાગની ઇન્ટરસિટી એસટી બસો સતત 10 10 15 15 મિનિટના અંતરે મળતી રહે છે પરંતુ જ્યારથી રસ્તા ઉપર ખાડા પડ્યા છે ત્યારથી વલસાડ એસટી ડેપોથી ઉપડતી અનેક બસો વલસાડ ઓવર બ્રિજ થી ધરમપુર ચોકડી સુધી આવતા એક કલાક કરતા પણ વધુ સમય નીકળી જતો હોય છે જેના કારણે તમામ દોડતી બસો પોતાના નિયત સમય કરતા એક થી દોઢ કલાક મોડી દોડી રહી છે અને આ એક દિવસની વાત નથી પરંતુ છેલ્લા એક માસ ઉપરાંત થી આ જ પરિસ્થિતિ છે સાંજના છેડે એસ.એમ.એસ.એમ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતે આવતા અનેક વિદ્યાર્થીઓને પણ સ્કૂલ છૂટ્યા બાદ પોતાના ઘરે પહોંચવા માટે બસની કલાકો સુધી રાહ જોવી પડે છે

સમગ્ર બાબતે ધરમપુરના મહિલા ડેપો મેનેજર સાથે વાતચીત કરતા જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી માર્ગમાં પડેલા ખાડાના કારણે એસટી બસો ખૂબ ધીરે અને ટ્રાફિકમાં આવતી હોવાને કારણે તમામ એસટી બસો ધીમી અને મંથન ગતિ આવતી હોવાના કારણે કલાકો મોડી પડી રહી છે એટલું જ નહીં બસમાં જો કોઈ નુકસાની આઈ તો તે નુકસાનીનું વળતર ડ્રાઇવર અને કંડકટર ના પગારમાંથી કાપી લેવાની સૂચના આપવામાં આવી હોય જેને પગલે બસના ચાલકો પણ જેમ એક કાચનું વાસણને સાચવીને ચલાવવામાં આવે તે રીતે ચલાવી એસટી ડેપો સુધી લઈ આવતા હોય છે જેના કારણે એસટી બસો મોડી પડી રહી છે જેનો ભોગ મુસાફરોને બનવું પડી રહ્યું છે

ગઈકાલે ગુરૂવારના રોજ સાંજે 5:00 વાગ્યા બાદ સતત સાડા છ પોણા સાત સુધી વલસાડ તરફ જતી એક પણ બસ ના આવતા એસટી ડેપોમાં મોટી સંખ્યામાં મુસાફરોનો જમાવણો ધરમપુર ખાતે જોવા મળ્યો હતો એક પણ બસ ના આવતા મુસાફરો એ હોબાળો બતાવ્યો હતો જે બાદ સમગ્ર હકીકત સામે આવી હતી પરંતુ ત્યારબાદ ડેપો મેનેજર દ્વારા વલસાડથી નીકળેલી તમામ બસોના લોકેશન ટેલીફોનિક જાણ મેળવ્યા બાદ એક સાથે તમામ બસો એક થી દોઢ કલાક મોડી પડી હતી. તમામ બસો ધરમપુર પહોંચ્યા બાદ તમામને ડેપો ઉપર લગાવવામાં આવી હતી અને તમામ મુસાફરો મેળવવાના કરવામાં આવ્યા હતા. આમ ધીમી ગતિએ ચાલતી બસોને કારણે ડીઝલનું પણ વધારે પ્રમાણમાં બળતણ થઈ રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here