ખેતરોમાં પાણી જતા ઊભા પાકને નુકશાન,જમીનમાં પાણી ઉતરતા બોર ના પાણી પણ દૂષિત થતા ગ્રામ પંચાયત દ્વારા મામલતદાર ને લેખિત ફરિયાદ કરી કાર્યવાહી કરવા કરી માંગ
ખારવેલ ગામમાં પ્રદુષણ કરતી ગોલોકો ડેરી’ પ્રોડક્ટ પ્રા.લી કંપની દ્વારા વેસ્ટેજ પાણી વરસાદી પાણી સાથે મેળવી જાહેર માં છોડવામાં આવતા લોકોના ઊભા પાક ને નુકશાન પહોંચતું હોય ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મામલતદાર મારફતે કલેકટર ને ફરિયાદ કરી કંપની સામે કાયદાકીય પગલાં ભરવા માંગ કરવામાં આવી છે
ખારવેલ વાવ ફળિયામાં “ગોલોકો ડેરી પ્રા.લી” નામની દુધની બનાવટની કંપની આવેલ છે. આ કંપનીમાંથી વેસ્ટ થતું ગંદુ પાણી કંપની દ્વારા વરસાદના પાણી સાથે અને પોતાના ટેંકરો દ્વારા કે અન્ય કોઇ રીતે આજુબાજુના ખેતરોમાં અને ગામમાં આવેલ કોતરોમાં છોડી દે છે. જેથી કંપનીની આજુબાજુમાં ખેતરોના ઊભા પાકને નુકશાન થાય છે.
અને આ ગંદું પાણી જમીનમાં પચી જવાથી આજુબાજુ રહેણાંક વિસ્તારમાં આવેલ બોરીંગમાં પણ ગંદુ પાણી આવે છે. જેથી ગામમાં રહેતા લોકોને ખેડુતોને અને પશુપાલકોને અને સ્કુલના નાના બાળકોને પીવાના પાણીની ખુબજ તફલીકનો સામનો કરવો પડે છે. આ કંપની માલીકોને
ગ્રામપંચાયત વતી વારંવાર નોટીસો આપી છે અને મૌખીક રજુઆતો કરવા છતાં આ બાબતે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જે અંગે આજે ગ્રામ પંચાયતના ગ્રામજનો અને સરપંચ દ્વારા ગ્રામપંચાયત ના લેટર પેડ ઉપર મામલતદાર ને ફરિયાદ કરી ને કંપની સામે કાયદાકીય પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી છે
નોંધનીય છે કે સરપંચ દ્વારા અગાઉ પણ સ્થાનિકો ની ફરિયાદ બાદ ગ્રામ પંચાયત દ્વારા કંપનીને લેખિત માં નોટીશ આપવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ કંપની સંચાલકો e પોતાની કરતૂત બંધ ના કરતા આખરે આજે સ્થાનિક અગ્રણીઓ દ્વારા મામલતદાર મારફતે જિલ્લા કલેકટર ને ફરિયાદ કરી છે