RAINBOW WARRIOR’S DHARAMPUR ના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, બી.આર ઇન્ટરનેશનલ સ્કૂલ ખારવેલ, RAINBOW WARRIOR’S DHARAMPUR તથા શ્રી સાંઈનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરમપુર ના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં 96 યુનિટ રકતદાન ભેગુ કરી RAINBOW WARRIOR’S DHARAMPUR ના સ્થાપના દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી






કાર્યક્રમ નું ઉદ્દઘાટન ડૉ.ડી.સી પટેલ (શ્રી સાંઈનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરમપુર) , પાર્થિવ મહેતા (પાર્થ ટ્રેડર્સ વાપી), રાજેન્દ્ર પ્રસાદ મોર્યા (બી.આર ઇન્ટરનેશનલ સ્કૂલ ખારવેલના) હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું.
આ પ્રસંગે RAINBOW WARRIOR’S DHARAMPUR ગ્રુપ ના દરેક ગામના સભ્યોનું ફૂલ છોડ આપી મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ. RAINBOW WARRIOR’S DHARAMPUR ની અનોખી પરંપરા મુજબ વ્યક્તિ વિશેષ તરીકે ડી.સી પટેલ શ્રી સાંઈનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરમપુરનું શાલ ઓઢાડી, હાર પહેરાવી, પુષ્પ છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહેમાન પાર્થિવ મહેતા એ Rainbow warrior’s dharampur ની કામગીરી ને બિરદાવી હતી તથા સામાજિક તથા શૈક્ષણિક કાર્યક્રમ માં સહયોગ આપવા ની ખાતરી આપી હતી. આ પ્રસંગે મોર્યા સાહેબ બી.આર ઇન્ટરનેશનલ સ્કૂલ ખારવેલ, પુખરાજ ધ્યાયવાલા મેનેજર બી.આર ઇન્ટરનેશનલ સ્કૂલ, બી. એન. જોશી, ડૉ નીતલ પટેલ, ડૉ.પીનલ પટેલ, ડૉ.પાયલ પટેલ, ડૉ વિપુલભાઈ, ડૉ હસમુખભાઈ, ડૉ.હાર્દિકભાઈ, નિમેષભાઈ( ગાંવિત જિલ્લા તિજોરી કચેરી વલસાડ), મહેશભાઈ ગરાસિયા( rto કચેરી વલસાડ), પિયુષભાઈ માહલા( પ્રમુખ તા.પંચાયત ધરમપુર), નીતિનભાઈ ચૌધરી (ઇજનેર ધરમપુર) ડૉ. બિપિન પટેલ શિક્ષણ નિરીક્ષક (શિક્ષણ વિભાગ વલસાડ) , બિપિનભાઈ ગાંવિત શિક્ષણ નિરીક્ષક વલસાડ કમલેશ ભાઈ ઠાકોર માજી તા.પંચાયત પ્રમુખ વલસાડ, સુરેશ ભાઈ પટેલ સામાજિક કાર્યકર્તા ધરમપુર વગેરે ઉપસ્થિત રહી, રકતદાન કરી રકતદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી તરફથી ટુવાલ સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી છત્રી, બી.આર ઇન્ટરનેશનલ સ્કૂલ ખારાવેલ તરફથી આંબા કલમ સાઇનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી સરગવો તથા જાંબુનો છોડ, રેઈન્બો વોરિયર્સ તરફથી ગુલાબનો છોડ આપવામાં આવ્યો હતો. રક્તદાતાઓ માટે ભોજનની ડૉ.હેમંત પટેલ તરફથી કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. હેમંતભાઈ પટેલ તથા શ્રી સાઇનાથ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સ્ટાફ, rainbow warrior’s dharampur ના સભ્યો ડૉ.વીરેન્દ્ર ગરાસિયા, રજનીકાંત પટેલ, ઉમેશ પટેલ, અંકિત પટેલ હસુ ભાઈ આહીર , કેતન ગરાસિયા, રાજેશ પટેલ, નલિની ગરાસિયા, મયુરી કેદારિયા , રીટા પટેલ, નીતા પટેલ ભારે જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ. હેમંતભાઈ પટેલ , હોસ્પિટલ પરિવાર , બી.આર ઇન્ટર નેશનલ સ્કૂલ ખારવેલ તથા રેઈન્બો વોરિયર્સના સભ્યો તથા રેઈન્બો વોરિયર્સ કો. ઑર્ડીનેટર શંકરભાઈ પટેલે કર્યું હતું.