કપરાડાની ક્વોરીમાં ઉપર થી પથ્થર પડતા યુવક નું કરુણ મોત

0
527

ભારત સ્ટોન ક્વોરીમાં કામ કરતા મૂળ વ્યારા ના પંકજ ગોવિંદ ગામીત ઉપર થી પથ્થર પડતા થયું મોત

કપરાડા તાલુકાના ઝરા ફળિયામાં ચાલતી ભારત સ્ટોન ક્વોરીમાં કામ કરતા પંકજ ગોવિંદ ગામીત ઉ.વ 29 મૂળ રહે હનુમંતિયા નિશાલ ફળીયા વ્યારા જે ગત તરીખ 6 જુલાઈ ના રોજ ખાણ માં ટ્રક નજીક ઉભો હતો ત્યારે વરસાદ ચાલુ હોય ઉપર થી પથ્થર પડતા તેને માથાના ભાગે વાગતા તેને સ્થળ પર જ બેહોશ થઈ ગયો હતો જેને માલિક સુખાજી છોગાજી ગુર્જર ની કાર માં સરકારી હોસ્પિટલ નાનાપોઢા લાવતા ફરજ ઉપર ના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો જે અંગે અકસ્માત મોત અંગે ની ખબર પોલીસ મથકમાં કુલબીર સિંઘ ઉર્ફે શનિ બલવિંદર સિંગ આપી છે

નોંધનીય છે ચોમાસા દરમ્યાન ચાલી રહેલ કામકાજ દરમ્યાન ઉપર થી નીચે સુધી પથ્થર કેવી રીતે પડ્યો અને પડ્યો તો યુવકના માથા ઉપર જ પડ્યો અન્ય કોઈ સ્થળ ઉપર કે વાહન ઉપર કેમ ન પડ્યો એ પણ તપાસ નો વિષય છે ત્યારે હાલ તો પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here