વાપી મહાનગરપાલિકા બનતા નજીકના કેટલા ગામોનો થશે સમાવેશ ?

0
143

150 કરોડ ની જગ્યાએ 500 કરોડ નું બજેટ બનશે પણ વિવિધ ગામના લોકોનો સમાવેશ થશે તો વેરા નો બોજો સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પણ પડશે.ગ્રામ પંચાયતમાં નોમીનલ વેરો ભરવા ટેવાયેલા લોકો મહાનગર પાલિકાનો વેરો ભરી શકશે ખરા ? અનેક લોકો માં હાલ ચર્ચા નો વિષય

તાજેતર માં જ નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ એ  બજેટ રજૂ કર્યું છે જેમાં વાપી નગર પાલિકા ને મહાનગર પાલિકા બનાવવા ની જાહેરાત કરવામાં આવી છે જેને લઈ ને વાપીના વાસીઓ ગેલમાં આવી ગયા છે કારણ કે તેઓની વર્ષોની માંગ હતી કે વાપી પાલિકા મહા નગરપાલિકા બને અને કાનુકાકા જાહેરાત કરી દીધી છે .હવે જે 150 કરોડ નું બજેટ હતું તે વધી ને 500 કરોડ નું થશે ગ્રાન્ટ માં અને કર્મચારી ની સંખ્યામાં વધારો થશે નવેસર થી સીમાંકન થશે કમિશ્નર કક્ષાના અધિકારીની નિમણૂક કરાશે પરંતુ હવે યક્ષ પ્રશ્ન અને ચર્ચા ઓ એ ઉઠી રહી છે કે વાપી મહાનગર પાલિકામાં કેટલા ગામોનો સમાવેશ કરવામાં આવશે ?હાલ તો વાપીની આસપાસના ગામો જેવા કે છરવાડા, છીરી,ચાણોદ,નામધા,ચંદોળ,બલિઠા, સલવાવ, અને કરવડ નો સમાવેશ થઈ શકે એવી સંભાવના છે ત્યારે ભલે મહાનગર પાલિકા બને પણ ગ્રામ પંચાયત માંથી સીધા મહાનગર પાલિકામાં સંભવિત સમાવેશ થનારા આ ગામોના લોકોને હવે મહાનગર પાલિકાના નિયમો મુજબ વિવિધ વેરા ભરવા પડશે અને નિયમ મુજબ વધતા રહશે વળી વેરા ભર્યા મુજબ મહાનગર પાલિકા સાફ સફાઈ પાણી લાઈટ જેવી સુવિધા આપશે ખરી? જેવા અનેક પ્રાણ પ્રશ્નો ચર્ચા નો વિષય બન્યા છે ત્યારે હવે સંભવિત  ગામના લોકો કાઈ તરફ જશે એ તો સમય બતાવશે અને પાલિકામાં સમાવ્યા બાદ કેટલી સુવિધા ઉપલબ્ધ થશે એ તો સમય જ બતાવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here