108 એમ્બ્યુલન્સ ફરી બની પ્રસૂતા અને નવજાત બાળક માટે દેવદૂત 

0
58

પ્રસુતા અને નવજાત શિશુને ઉગારાયા પારડી 108 ની ટીમે હોસ્પિટલ લઈ જતાં રસ્તા માં એમ્બ્યુલન્સ માં જ સગર્ભાને સફળ  પ્રસુતિ કરાવી.

પારડી તાલુકાના જી આઇ ડી સી માં રહેતા સગર્ભા ને પ્રસુતિની પીડા ઉપડતા પ્રસુતાના પતિ અમિતભાઈ યાદવ  નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યાં ડીલેવરી માં અડચણ આવતા અને બાળકના ધબકારા ઓછા થઈ ગયા હોવાથી આગળ 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા ત્યાં અમને આગળ લઈ જતા રસ્તામાં એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી નો દુખાવો વધારે ઉપાડતા એમ્બ્યુલન્સમાં ડીલેવરી કરાવવાની ફરજ પડી પછી સાઈડમાં એમ્બ્યુલન્સ ઉભી રખાવી તરત જ બેબી વર્મર ચાલુ કરાવ્યો અને એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરાવી અને સગર્ભા એ 11:47 વાગ્યે સવારે બાળકને જન્મ આપ્યો અને પારડી 108 એમ્બ્યુલન્સ ના ઇએમટી ચંદ્રાવતી પટેલ અને પાયલોટ રજની પટેલ એમને રસ્તા મા એમ્બ્યુલન્સ માં પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. 

બાળક ડિલિવર થતાં બાળકને તરત જ સકશન  કરી સાફ કર્યું અને ત્યારબાદ બાળકને બેબી બ્લેન્કેટમાં લઈને બાળકને પૂરેપૂરું કવર કર્યું અને ઈ.આર.સી.પી. ડોક્ટર રામાણી સર અને અંજલિ મેંમ ની સલાહ  મુજબ બાળકને બ્લો બાય મેથડથી ઓક્સિજન આપ્યો અને બાળકને માતાને કાંગારૂ મધર કેર માટે આપ્યું ત્યારબાદ માતાને ઇન્જેક્શન આપ્યું ત્યારબાદ પ્રસુતા અને બાળકને વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલ વલસાડ દાખલ કરાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here