વર્ષ સને 2019ની સાલમાં 14 વર્ષીય બાળકીને તેના ફ્લેટમાં એકલી જોઈ છેડતી કરનાર આરોપીને દોષીત ઠેરવતી વાપીની સ્પેશીયલ કોર્ટ.

0
121

વાપીના પૉક્સો ઍક્ટ હેઠળના સ્પેશીયલ જજ શ્રી એમ પી પુરોહિતે વર્ષ સને 2019ની સાલમાં 14 વર્ષીય બાળકીને તેના ફ્લેટમાં એકલી જોઈ છેડતી કરનાર આરોપી પ્રેમકુમાર સુખદેવ શાહને ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને આઇ પી સી ની કલમ. ૩૫૪ (એ) માં ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૫૦૦/- દંડ અને જો દંડ નાં ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા તથા પોક્સો એક્ટ ની કલમ. ૮ મુજબના ગુનામાં દોષિત જાહેર કરી ત્રણ વર્ષ સાદી કેદની સજા અને રૂ.૫૦૦/ દંડ જો દંડ નાં ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ તથા પૉક્સો ઍક્ટ ની કલમ ૧૨ મુજબના ગુનામાં ત્રણ વર્ષ ની સાદી કેદની સજા અને રૂ.૫૦૦/ દંડ અને જો દંડ નાં ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરી ઉપરોક્ત તમામ સજાઓ એકસાથે ભોગવવાનો પણ હુકમ કરી આરોપીને કસ્ટડીમાં લઈ લાજપોર જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here