સમસ્ત આદિવાસી સમાજની ટીમ પહોંચી ઢોલુમ્બર ગામના આગ પીડિત પરિવારની વ્હારે

On: June 19, 2023 1:06 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના ઉપલા ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનું ઘર આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાન થયેલ અને વિધવા મહિલાનું પરિવાર ભારે સંકટમાં મુકાયેલ.

આ વાતની જાણ સમસ્ત આદિવાસી સમાજની ટીમને થતાં નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ડો.દિવ્યાંગી નિરવ પટેલ અને એમની ટીમના મંગુભાઇ,ઉમેશભાઈ,મયુર,કાર્તિક,ચકો મોગરાવાડી સહિતનાઓ દ્વારા પરિવારને આશરે 1-1.5  મહિના ચાલે એટલા અનાજ કરિયાણાની સહાય કરવામાં આવી.નોંધનીય બાબત એ હતી કે સવારે ઘર સળગ્યું અને સાંજ સુધીમાં તો ગામલોકોએ પાઘડી ફાળો કરીને નવા પતરા,જમવાની,ઢોર-ઢાંખર માટે ચારોપાણી સહિતની 90% વ્યવસ્થા કરી આપી માનવતા મહેકાવી ગ્રામ્યજનોની એકતાના દર્શન કરાવ્યા.

આ પ્રસંગે ડો.નિરવ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારે ટીમ સાથે પીડિત પરિવારને મદદરૂપ થવા જવાનું થયું ત્યારે આશરે 250-300ની આસપાસ લોકોએ ઉપસ્થિત રહી યથાશક્તિ મદદરૂપ થવાના અમારી ટીમના આ પ્રસંગને દીપાવ્યો.આવી જ એકતા,ભાઈચારો અને સંપ દેશના તમામ પ્રદેશના લોકો રાખશે તો દેશનું કોઈપણ વ્યક્તિ દુઃખી નહીં રહેશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!