
અનાવિલ સમાજ ઉમરસાડીની મહિલાઓ દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉત્સાહ અને ઉમંગ થી ઉજવણી કરવામાં આવે છે જે પૈકી આ વર્ષે પણ ગણેશ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ઉમરસાડી અનાવિલ ઉત્કર્ષ મંડળ દ્વારા 5 દિવસના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે 5 દિવસ દરમ્યાન આરતી તેમજ પૂજા કરી વિઘ્નહર્તા દેવને રીઝવવા પ્રયાસ કરાય છે જોકે આજે વિઘ્નહર્તા ને પ્રસન્ન કરવા માટે 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો તમામ મહિલા ઓ દ્વારા પોતાના હાથે બનાવેલી 56 વાનગીઓ બાપને ધરવામાં આવી હતી રવિવારના રોજ વિસર્જન યાત્રા નીકળશે





