2004 વિદ્યાસહાયક ભરતીનું ભૂત ફરી ધુણ્યું…

On: August 23, 2022 3:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
2004 વિદ્યાસહાયકની ભરતી મામલે થયેલ ગોબાચારી અંગે માનવ અધિકાર પંચ હાઇકોર્ટના એડવોકેટ સાથે થઈ ચર્ચા, ટૂંક સમયમાં મામલો હાઇકોર્ટમાં પહોંચશે એવી શકયતા

સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષકોની ભરતી અંગે જિલ્લા પંચાયત દાહોદ દ્વારા વિદ્યા સહાયકની 2004 માં ભરતી કરવામાં આવી હતી જેમાં પણ આદિવાસી સમાજ માંથી આવતા શિક્ષકો સાથે હળહળતો અન્યાય થયો હોય કેટલાક મામા માસીના લોકોની ભરતી કરી દેવાઈ જ્યારે મેરીટ ને આધારે કરવાની ભરતી બાબતે સક્ષમ ઉમેદવારો છતાં ભરતી ન કરવામાં આવતા દાહોદ જિલ્લા બહાર થી આવેદન કરનારા 74 ઉમેદવારોને ના તો નોકરી મળી કે ના તેમના ઓરિજિનલ સર્ટિફિકેટ તમામ કાગળો આજે પણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ક્યાં ગયા તે કોઈ જવાબ આપવા તૈયાર નથી 74 શિક્ષકોનું ભાવિ આજે પણ અધ્ધર તાલ છે તેઓ દ્વારા રજૂઆતો અનેક સ્થળે કરવામાં આવી ગુજરાતના 27 જેટલા આદિવાસી ધારાસભ્યોને પણ રજુઆત કરવામાં આવી છતાં એક પણ ધારાસભ્ય ધ્વારા આજ દિન સુધી મગનું નામ મરી પાડ્યું નથી અરે ઈમેલ કર્યા તો ઇમેલનો કોઈ વળતો જવાબ પણ આપ્યો નથી જેને કારણે વર્ષો થી સર્ટિફિકેટ વિના અન્ય નોકરી ન કરી શકનારા ઉમેદવારો પૈકી બે ઉમેદવારો એ તો માનસિક તાણ માં આવી આત્મહત્યા જેવું પગલું પણ ભરી લીધું છે છતાં શિક્ષણ વિભાગના પેટ નું પાણી હલતું નથી 

જોકે હવે આ 74 ઉમેદવારો એ હાઇકોર્ટના માનવ અધિકાર પંચ ના એડવોકેટ જોડે ચર્ચા કરી સમગ્ર મામલો હાઇકોર્ટ માં લઇ જવા માટે ની તજવીજ હાથ ધરવામાં આવનાર છે જેથી 74 ઉમેદવારોને ન્યાય મળી શકે

અહીં ચિત્ર સ્પષ્ટ એ સમજાય છે કે 27 આદિવાસી ધારાસભ્યોને વિદ્યા સહાયક માટે અટકેલા 74 આદિવાસી સમાજના યુવાનોની રજુઆત ન સાંભળી એટલુંજ નહીં આદિવાસી માટે મોટી મોટી જાહેરાતો કરવાની ગુલબાંગો મારતી સરકારના આદિવાસી ધારાસભ્યોને લેખિત અને ઈમેલ રજૂઆતો કરાઈ તો પણ ખુદ આદિવાસી સમાજના ઉમેદવારના પ્રશ્નોની ચર્ચા કરવા નો સમય નથી અથવા તો સરકાર ની સત્તા માં આદિવાસી ધારાસભ્યો નું કાંઈ ઉપજતું નથી એ વાત નક્કી છે ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!