વિરક્ષેતમાં બે બાળકીના ફૂડ પોઇઝનિંગ થી મોતનો મામલો

On: August 6, 2022 1:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પણ આવું ભોજન તેમણે કેમ આરોગવું પડ્યું ? ગરીબી કે મજબૂરી ??

કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં આજે પણ બે સમયનું ભોજન મેળવવુ હોય તો પરિવારના મોભીએ સવારે 2 વાગ્યે ઉઠીને વાપી કે પારડી જી આઈ ડી સીમા જવું પડે છે અને સાંજે ઘરે આવતા રાત્રે 10 વાગી જાય છે ત્યારે પરિવારના મોભી ને મજૂરી પેટે 300 કે 350 રૂપિયા મળે છે અને એમાં પણ ઘરે સભ્યોની સંખ્યા વધારે હોય તો ભોજન માટે પણ વાંધા પડે છે ..આવા કપરા સમય માં જ્યારે પરિવારના મોભીને નોકરી ન મળતી હોય ત્યારે જ કોઈ પરિવાર એક દિવસનો વાસી ભાત અને નદી કિનારે મળતા કરચલા આરોગવા મજબુર બને છે 

વિરક્ષેતમાં બનેલી ઘટના પાછળ પણ પરિવાર ની નબળી સ્થિતિ જ જવાબદાર કહી શકાય એમ છે 

એક જ પરિવારના બે બાળકીના મોત જેવી ઘટના બનવા છતાં સદા જનતા ની પડખે રહેવાનું માઈકમાં બોલનારા રાજકારણીઓ એક પણ પરિવારની મુલાકાતે તો ઠીક સાંત્વના આપવા પણ પહોંચ્યા નથી સમાજ વચ્ચે રહેનારા ઓ અને સમાજ સેવા કરવાનું કહેતા ફરતા ઓ આવા કોઈ પરિવારની પડખે માત્ર ઉભા રહે ને તો પણ લોકો તેમને સન્માન જનક નજર થી જુએ 

હાલ તો આ પરિવારે બે દિકરી ઓ ગુમાવી દીધી છે પણ એની પાછળ નું કારણ ભોજન નહિ પણ મજબૂરી માં ખાવું પડેલ ભોજન એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!