સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની મુદત શૈક્ષણિક વર્ષના અંત સુધી લંબાઈ

On: March 25, 2022 1:25 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

રાજ્યની
સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની
મુદત સરકારે શૈક્ષણિક વર્ષ પુરુ ન થાય ત્યાં સુધી લંબાવી દીધી છે.જો કે બીજી બાજુ
ગુજરા રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે પ્રાથમિક સ્કૂલોમાં પણ પ્રવાસી શિક્ષકો માટે
મુદત શૈક્ષણિક વર્ષના અંત સુધી લંબાવવા માંગ કરી છે.

સરકારે અગાઉ પ્રવાસી
શિક્ષકોની મુદત માર્ચ અંત સુધી લંબાવી હતી પરંતુ આ વર્ષે સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા
મોડી છે અને મેના પ્રથમ સપ્તાહ સુધી શૈક્ષણિક વર્ષ ચાલનાર છે ત્યારે પ્રવાસી શિક્ષકોની
મુદત લંબાવવા માંગ ઉઠી હતી.જેને પગલે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર
કરીને  પ્રવાસી શિક્ષકોની મુદત ૨૦૨૧-૨૨નું શૈક્ષણિક
વર્ષ પુરુ થાય ત્યાં સુધી લંબાવવાની જાણ કરી છે તેમજ  પ્રવાસી શિક્ષકોના માર્ચ સુધીના માનદ વેતતના બીલોની
ગ્રાન્ટ માર્ચ સુધી ચુકવણુ કરવા અગેની કાર્યવાહી બાબતે સૂચના આપી છે.

        રાજ્યની સરકારી અને
કોર્પોરેશન સ્કૂલોમાં પણ પ્રવાસી શિક્ષકોની મુદત લંબાવવા માંગ કરવામા આવી છે.
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે  શૈક્ષણિક સત્ર ૯મે સુધી ચાલનાર છે અને એપ્રિલ
મહિનામા બાકી રહેલા અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો હોય તેમજ વાર્ષિક મૂલ્યાંકન કરવાનું
હોવાથી  વધુ એક મહિના માટે એટલે કે એપ્રિલ
સુધી પ્રવાસી શિક્ષકોની મુદત લંબાવવામા આવે.

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!