છોટાઉદેપુરના શહીદ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપી સન્માન કરાયું

On: March 21, 2022 9:23 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– મરણોત્તર શૌર્ય ચક્રથી સન્માનીત 

છોટાઉદેપુર : ભારત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ડીજીએનસીસી દ્વારા શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અને એમના પરિવારના સભ્યોને મોમેન્ટો આપીને સન્માન કરવાનો કાર્યક્રમ આજરોજ છોટાઉદેપુર એસ એફ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લામા શહીદ થયેલા વીર જવાન કંવાટ તાલુકાના મોરાગણા ગામના રાઠવા ગોરધનભાઈ કલજીભાઈ તા. ૪/૬/૨૦૦૪માં કાશ્મીરના રાજોરી પૂંચ વિસ્તારમાં ઓપરેશન રક્ષક અભિયાન અંતર્ગત આતંકવાદીઓ સાથે લડતા શહીદ થયા હતાં. તેઓને મરણોત્તર શૌર્ય ચક્ર પદકથી સન્માનિત કરાયા હતાં. તેઓનું ગુજરાત બટાલિયન એનસી સી વડોદરા દ્વારા છોટાઉદેપુર એસ.એન કોલેજના એનસીસી કેડેટ અને એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ તથા સૂબેદાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!