છૂટાછેડાના કેસને લીધે વિખવાદ થતા આર્મીમેને પત્નીની હત્યા કરવા રૂ.40 હજારમાં સોપારી આપી હતી

On: March 16, 2022 11:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– બંને વખત બચાવ થયો : : પુણે અને સુરતના યુવાનોની ધરપકડ

– રૂ.40 હજારનું દેવું હતું તે પુણેના યુવાને સોપારી લઈ લીધી, પિસ્તોલની વ્યવસ્થા આર્મીમેને કરી હતી 

સુરત, : સુરતના માન દરવાજા સી ટેનામેન્ટ પાસે જાહેરમાં આર્મીમેનની પત્ની પર ફાયરીંગની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે પુણે અને સુરતના યુવાનને પિસ્તોલ-બે કારતુસ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા છૂટાછેડાના કેસને લીધે થયેલા વિખવાદમાં જ આર્મીમેને પત્નીની હત્યા કરવા રૂ.40 હજારમાં સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો.

રીંગરોડને અડીને આવેલા માન દરવાજા સી ટેનામેન્ટમાં શનિવારે સમીસાંજે જાહેરમાં 31 વર્ષીય નંદીની વિનોદભાઈ મોરે પર બે અજાણ્યા ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા શરીરના વિવિધ ભાગે ઇજા થઈ હતી.સારવાર વેળા ખુલાસો થયો કે અગાઉ પણ નંદીની મોરે પર ફાયરીંગ થયું હતું.ડિવોર્સ કેસના વિખવાદને લીધે પતિ પર શંકા વ્યક્ત કરાઈ હતી.બંને વાર હુમલો કરનાર વ્યક્તિઓ સમાન હોવાથી ક્રાઈમ બ્રાન્ચે ફૂટેજના આધારે તપાસ કરી હતી.

જેમાં હુમલાખોરો જે બાઈક પર આવ્યા હતા તે નંદીનીના પતિ વિનોદ મોરેના મિત્ર દેવની હોવાનું બહાર આવ્યું હતું. તેની પુછપરછમાં વિનોદે ફોન કરી તેના મિત્રને કામ માટે બાઈકની જરૂર હોય ગત 26 ફેબ્રુઆરીના રોજ અને ગત શનિવારે આપી હોવાનું જણાવ્યું હતું. નંદીની પર ફાયરીંગ તે બે દિવસે જ થયું હતું. દરમિયાન બાતમીના આધારે પુણા કડોદરા રોડ સણિયા હેમાદ ગામ જવાના ત્રણ રસ્તા પાસેથી બાઈક ( નં.જીજે-05-એનએ-3311 ) સાથે રવિન્દ્ર રઘુનાથ યેશે ( ઉ.વ.37, રહે.રૂમ નં.9, વિઠ્ઠલ કાલભોરની ચાલ, આકુર્ડી ગામ, પીંપરી ચિંચવડ, પુણે, મહારાષ્ટ્ર ) અને રત્નકલાકાર નરેન્દ્ર ઉર્ફે મયુર રમેશ જાવદ ( ઉ.વ.20, રહે.પ્લોટ નં.252, સંગમ બેન્ડ પાસે, સુભાષનગર, લીંબાયત, સુરત. મૂળ રહે.ચહાર્ડી ગામ, તા.ચોપડા, જલગાંવ, મહારાષ્ટ્ર ) ને પિસ્તોલ અને બે કારતુસ સાથે ઝડપી લીધા હતા.

છૂટાછેડાના કેસને લીધે થયેલા વિખવાદમાં જ વિનોદે મિત્ર રવિન્દ્રને તેનું રૂ.40 હજારનું દેવું ચૂકતે કરવાની વાત કરી નંદીનીની હત્યા કરવાની સોપારી આપી હતી. વિનોદે જ ગામમાંથી પિસ્તોલની વ્યવસ્થા કરી સુરતમાં મિત્રને ફોન કરી બાઈકની વ્યવસ્થા કરાવી હતી. રવિન્દ્ર સુરત આવ્યો હતો અને પોતાના ગામના નરેન્દ્ર સાથે ગત 26 ફેબ્રુઆરીના રોજ સાંજે તેણે નંદીની પર પાંડેસરા બમરોલી રોડ આશીર્વાદ ટાઉનશીપ સામે ફાયરીંગ કર્યું હતું. નંદીની પર ફાયરીંગ કરી રવિન્દ્ર વતન ચાલ્યો ગયો હતો. પણ નંદીની બચી જતા તે ફરી સુરત આવ્યો હતો અને નરેન્દ્ર સાથે ગત શનિવારે નંદીનીની રેકી કર્યા બાદ માન દરવાજા ખાતે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જોકે, ફરી તે બચી ગઈ હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!