છેલ્લાં 30 વર્ષથી પદયાત્રીઓની સેવા માટે અમેરિકાથી આવતા તબીબ

On: March 16, 2022 9:57 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– અમેરિકાથી 40 કિલો દવા સાથે લાવે છે : ચંપલની બાધાવાળા પદયાત્રીઓ માટે વિશેષ સેવા 

નડિયાદ : ડાકોરના ઠાકોરના મેળામાં ભક્તોનો મહેરામણ ઉમટયો છે. પદયાત્રિકો માટે સેવાકાર્યમાં એનઆરઆઇ પણ જોડાયા છે. અમદાવાદ જિલ્લાના ભુપેન્દ્રભાઇ પટેલ છેલ્લાં ત્રીસ વર્ષથી અમેરિકાથી પદયાત્રિકોની સેવા માટે ખાસ આવે છે અને મેડીકલ સેવાની ધૂની ધખાવે છે. અમેરિકામાં પ્રેક્ટીસ કરતા પોતાના બે ડોક્ટર દિકરાઓની મદદથી તેઓ પ્લેનમાં ૪૦ કિલો દવાઓ ભરીને લઇ આવે છે અને પદયાત્રિકોની પ્રાથમિક સારવારની અનોખી સેવા કરી રહ્યા છે.

અમદાવાદ જિલ્લાના ગામડી ગામના વતની ભૂપેન્દ્ર પટેલ અમેરિકન સીટીઝન છે.

તેમણે જણાવ્યું હતું કે  ૨૦૦૫માં અમેરિકા ગયો તે પહેલા પંદર વર્ષ અંબાજીના લોકમેળામાં સેવાકાર્યો માટે સતત જતા. પરંતુ ૨૦૦૫થી ડાકોરના પદયાત્રિકોની સેવા માટે નિયમિત દર વર્ષેવીસ દિવસ માટે આવું છું. અમેરિકામાં મારા બે દિકરાઓ ડોક્ટર છે. તે મને સેમ્પલની દવાઓ, ડાયાલીસીસના મશીનો, વેગેર આપે તે બે બેગ ભરીને લઇ આવું. મારા પત્ની રીટાયર્ડ બેંક ઓફિસર છે. તે પણ મદદ કરે. એમની બેગોમાં પણ દવાઓ જ હોય. મારી સાથે અમદાવાદના પડોશી અને મારા ગામના ચાર પાંચ જણ ખડે પગે ઉભા રહે છે. 

ભુપેન્દ્રભાઇ એક સ્કુટર સાઇડ કાર અને ઇકો ગાડી સાથે પાંચ દિવસ આખી રાત પદયાત્રિકોની સેવા કરે છે.  ચંપલની બાધા વાળા પદયાત્રિકોના પગમાં છાલા પડે તો અમે જાતે એની સફાઇ કરી ટયુબ લગાવી રૂની ગાદી બનાવી અંગૂઠાવાળા મોજા પહેરાવવાની સેવા કરીએ છીએ. પાંચ દિવસમાં આવા૧૦૦૦થી વધારે દર્દીઓની પગસેવા કરવાની તક મળે છે. અમારે મન રણછોડરાયની આ જ સાચી સેવા છે. 

ભુપેન્દ્રભાઇ સાથે એમના ગામડી ગામના નરેશ શર્મા, કાલુભાઇ અને બુધાજી રાવલ આ ત્રણ માણસો નિઃસ્વાર્થ ભાવે આ સેવામાં જોડાયા છે. અમે પદયાત્રિઓને ઝાડા, તાવ, ઉલટી, ગેસ, એસીડીટી, પેઇન કીલર જેવી દવાઓ આપીએ છીએ. પણ મારી સૌથી મોટી સેવા તો પેઇન રીલીફનું સ્પ્રે મારવાની હોય છે. પદયાત્રીકોની માલિશ કરવા પણ જાતે જ બેસી જઇએ છીએ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!