[ad_1]

વડોદરા, તા. 07
ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓ ના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાયની માગણી સાથે આજે વડોદરા કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં ન્યાય યાત્રા અંગે તેઓએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં ગુજરાત સરકારે મૃત્યુઆંક ઓછો બતાવ્યો છે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મૃત્યુ થયા છે ત્યારે ગુજરાત સરકારે માત્ર પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે તે અયોગ્ય છે જે દર્દી કોરોના થી મૃત્યુ પામ્યા છે તેઓના પરિવારજનોને રૂપિયા ચાર લાખની સહાય આપવી જોઈએ.
આજે સવારે ન્યાય યાત્રા કાઢતા અગાઉ કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ લતા મંગેશકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
[ad_2]
Source link






