ધરમપુર માં ખાદી ઉધોગ મરણ પથારી એ ,ખાદી નું કાપડ વણાટ કરતા પેહલા ૧૫૦ કારીગર હતા હવે બચ્યા છે માત્ર ૨ 

On: February 3, 2022 1:59 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ધરમપુર આઝાદીના સમય ગાળા દરમ્યાન ખાદીના કાપડ બનાવવા માટે જાણીતું હતું અહી વર્ષો પેહલા ૪૦ થી વધુ ગામોમાં લોકો ઘરે ઘરે રેંટીયો અને તકલી ચલાવતા પરંતુ ખાદી ગ્રામ ઉધોગ કમીશન દ્વારા કારીગરો માટે વળતર ની કીમત માં વધારો નહિ કરતા અનેક કારીગરો એ કામગીરી બંધ કરી તો કેટલાક કારીગરો સ્વર્ગે સિધાવી જતા વરસો ટક્યો નથી આજે ધરમપુર તાલુકા માં માત્ર બે કારીગર બચ્યા છે જે છેલ્લા ૪૦ વર્ષ થી ખાદી નું કાપડ બનાવવાનો વરસો ટકાવી રાખ્યો છે પરંતુ ટૂંક સમય માં તેઓ પણ કામગીરી બંધ કરવાની કગાર ઉપર છે 
ધરમપુરના કુરગામ નિશાળ ફળિયા માં રેહતા છોટુભાઈ ધાકલ ભાઈ છેલ્લા ૪૦ વર્ષ થી ખાદીનું કાપડ વણાટ કરવાનું કામ કરે છે પરંતુ છેલ્લા ૪૦ વર્ષથી ખાદી ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા જે વળતર આપવામાં આવે છે તેમાં કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરાયો નથી જેને પગલે અનેક કાર્યકરોએ આ કામ બંધ કરી દીધું છે આજે પણ એક મીટર કાપડ બનાવવા ના માત્ર ૪૫ થી ૫૦ રૂપિયા જેટલું વળતર આપવામાં આવે છે જેને પગલે અનેક જગ્યાઓ પર કામ કરતા કારીગરો એ આ કામગીરી બંધ કરી છે અને તેઓની માંગ છે કે જો વળતર વધારવામાં આવે તો ફરીથી ખાદી ગ્રામ ઉદ્યોગ નો વ્યવસાય પુનર્જીવિત બને એમ છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!