વડોદરા: સોખડા સ્વામિનારાયણના સંતો વચ્ચે કોઈ વિવાદ નથીની જાહેરાત

On: January 21, 2022 4:53 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– હરિભક્તો દ્વારા સોશિયલ મીડિયા પર સંતો વિરુદ્ધ રોષ વ્યકત કરતાં વિડિયો વાયરલ

વડોદરા, તા. 21 જાન્યુઆરી

વડોદરા નજીક આવેલા સોખડા સ્વામિનારાયણ ધામ માં છેલ્લા કેટલાક સમયથી સંતો અને હરિભકતો વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે જે અંગે ગઈકાલે સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ભેગા થઈ કોઈ વાદવિવાદ નથી તે અંગેની સ્પષ્ટતા કરી તો બીજી બાજુ આજે વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં પાંચથી છ સેવકોને માર માર્યા છે તેમાં જવાબદાર સંતોને બોલાવી તેઓ સામે કાર્યવાહી કરવા મહિલા સેવકોએ માંગણી કરી રહી છે.

વડોદરા નજીક આવેલા સોખડા ગામ ખાતે બ્રહ્મલીન હરીપ્રસાદ સ્વામીના અનુયાયીઓ અને સંતો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે જેમાં સંતો ના બે ગ્રુપ હોવાને કારણે અને બંને ગ્રુપના અલગ-અલગ સેવકો હોવાને કારણે વિવાદો વધ્યા છે.

ગઈકાલે જ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતો એ એક સાથે મળી કોઈ વિવાદ નથી તેવી જાહેરાત કરી તો બીજી બાજુ આજે વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં મહિલા હરિભક્તો મંદિરના સંચાલક સમક્ષ ઉગ્ર રોષ ઠાલવી રહી છે જેમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ગુણાતીત સ્વામીનું નામ લઈને ગૌરાંગભાઈ અને પાંચથી છ યુવકોને માર માર્યો છે જેથી બ્રહ્મવિહારી અને પ્રબોધ સ્વામી ને બોલાવો અને તેઓ સામે કાર્યવાહી કરો.

કેટલીક મહિલા એ તો સ્પષ્ટ જણાવ્યું કે અમે હરિપ્રસાદ સ્વામીજી ના આદેશ પ્રમાણે વર્તી રહ્યા છે ત્યારે તમે તો સ્વામીજીનું ખરાબ દેખાડવાનું કશું બાકી રાખ્યું નથી જે સંતોએ યુવકોને માર માર્યો છે તેને બહાર કાઢો અને જો નહીં કરો તો અમે આશ્રમમાં જઈને સંતો ને મારીશું એવી પણ ચિમકી ઉચ્ચારી છે.

એક બાજુ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામૂહિક રીતે કોઇ વિવાદ નથી ની જાહેરાત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા સોશિયલ મીડિયા થકી ઉગ્ર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!