[ad_1]

જામનગર, તા. 24 ડિસેમ્બર
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 54, વિશ્રામ વાડી વિસ્તારમાં રહેતા અજય નાનજીભાઈ મંગે નામના 33 વર્ષના યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુદ્ધ બની ગયો હતો. જેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં ટૂંકી સારવાર પછી તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના કુટુંબી કમળાબેન મહેન્દ્રભાઈ મંગેએ પોલીસને જાણ કરતાં સીટી એ ડીવીઝનનો પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link






