જામનગરમાં પૂરગ્રસ્ત ના વળતરના મામલે વોર્ડ નંબર ૪ ના કોર્પોરેટર દ્વારા મામલતદાર ની કચેરીએ ધરણા કરાયા

On: December 13, 2021 12:13 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

–  વોર્ડ નંબર ૪ ના અનેક નાગરિકોને વળતર મળ્યું ન હોવાથી કોર્પોરેટર સહિતના પૂરગ્રસ્ત બાકીદારો ધરણા પર બેઠા

જામનગર તા. 13 ડિસેમ્બર, 2021, સોમવાર 

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચાર માં અતિવૃષ્ટિ સમયે કેટલાક નાગરિકો ના મકાનોમાં નુકસાન થયું હતું, જે પૈકીના કેટલાક નાગરિકો કે જેઓને હજુ સુધી વળતર મળ્યું નથી, તે નુકસાનીનું વળતર મેળવવાના ભાગરૂપે આજે વોર્ડ નંબર ૪ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તથા અન્ય કાર્યકર્તાઓ તથા પુરગ્રસ્ત લોકો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા.

 વોર્ડ નંબર ચાર ના પૂરગ્રસ્તો કે જેઓના નામ સરકારની કોમ્પ્યુટર ની યાદીમાં નોંધાયેલા છે, પરંતુ આજ સુધી તેઓને કોઈ પણ પ્રકાર હ વળતર મળેલું નથી. અથવા તેઓના બેંક ખાતાના કોઈ રકમ જમા થઈ ન હોવાથી કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તથા અન્ય કોંગી કાર્યકરો અને પુરગ્રસ્ત લોકો સવારે ૧૧ વાગ્યે જામનગર શહેરના મામલતદારની કચેરીએ ધરણાં પર બેઠાં હતા, અને પૂરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવાની ઉગ્ર માગણી કરી છે. જે ધરણાં બપોરે એક વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવ્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!