સાબરમતીના પ્રદૂષિત પાણીથી ઉગતા ઝેરી શાકભાજી લોકો ખાઇ રહ્યા છે : હાઇકોર્ટ

On: December 6, 2021 10:27 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,
સોમવાર

સાબરમતી નદીમાં પ્રદૂષણ સામે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોોટ
કાર્યવાહીમાં આજે વિવિધ આદેશો જારી કરવામાં આવ્યા છે. આજના આદેશમાં નોંધવામાં આવ્યું
છે કે ટ્રીટમેન્ટ વગરનું સુએજ અને ઔદ્યોગિત ઝેરી પ્રદૂષકો ધરાવતું પાણી સીધું સાબરમતીમાં
ઠાલવવામાં આવે છે
, અને તેનો
ઉપયોગ સિંચાઇમાં થાય છે. આવાં પાણીમાં ઉગેલા શાકભાજી અને પાક કેવાં હશે
? આ શાકભાજી ખાઇ લોકો
આડકતરી રીતે ઝેર જ ખાઇ રહ્યા છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની
ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને
નિર્દેશ આપ્યો છે કે સુએજ લાઇનમાં પ્રદૂષકો ઠાલવતી ગેરકાયદે પાઇપલાઇનોના કનેક્શન
કાપવાની કામગીરી ચાલુ રાખવામાં આવે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કોમન એફઅયુએન્ટ
ટ્રીટમેન્ટ પ્લાન્ટ અત્યારે મૃત અવસ્થામાં છે. આ પ્લાટન્ટ તેમની નિર્ધારિત
ક્ષમતાની ૩૦ ટકા ક્ષમતા સાથે કામ કરી રહ્યા છે.

જેના કારણે ટ્રીટમેન્ટ વગરનું સુએજ અ ને ઝેરી ઔદ્યોગિક પ્રદૂષકો
ધરાતવું પાણી સીધું સાબરમતીમાં ઠાલવવામાં આવે છે અને આ પાણીનો ઉપયોગ સિંચાઇ માટે
કરવામાં આવે છે. આ પાણીમાં સિસુ અને મરક્યુરી જેવા અતિઝેરી તત્વો હોય છે. તેમાંથી
ઉગેલા શાકભાજી અને અન્ય પાક કેવાં હશે
?
આડકતરી રીતે લોકો ઝેર જ ખાઇ રહ્યા છે.ઉપરાંત કોર્ટના ધ્યાને આવ્યું છે કે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રદૂષણ સામેની કાર્યવાહી માટે ગુજરાત પ્રદૂષણ
નિયંત્રણ બોર્ડને ૪૦ કર્મચારીઓ આપ્યા હતા
,
પરંતુ બોર્ડે આ કર્મચારીઓ પાસેથી યોગ્ય રીતે કામ લેવામાં આવ્યું નથી. કોર્ટે બોર્ડને
સૂચના આપી છે કે આ કર્મચારીઓ પાસેથી યોગ્ય રીતે કામ લેવામાં આવે અથવા

તેમને પરત કોર્પોરેશનને સોંપવામાં આવે. કોર્ટે ગેરકાયદે
કનેક્શન કાપવાની ઝુંબેશ ચાલુ રાખવા નિર્દેશ કર્યો છે અને અરવિંદ લિમિટેડના કપાયેલા
કનેક્શનના પુનઃ જોડાણ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન અ ને જોઇન્ટ ટાસ્ક ફોર્સને
અભિપ્રાય રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!