પાંડેસરાની અઢી વર્ષની બાળા સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં વધુ 8 સાક્ષીઓની જુબાની પુર્ણ

On: November 20, 2021 10:20 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


સુરત

સોમવારે તપાસ અધિકારી,એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની જુબાની લેવાશેઃ ત્રણ દિવસમાં 39 સાક્ષીઓની સરતપાસ-ઉલટતપાસ લેવાઇ

પાંડેસરા-વડોદની
શ્રમજીવી પરિવારની અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ હત્યા
કરવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપી ગુડ્ડુકુમાર યાદવ વિરુધ્ધ આજે પોક્સો એક્ટના
ભંગની કેસ કાર્યવાહી દરમિયાન વધુ આઠ સાક્ષીઓની જુબાની પુરી થતાં કોર્ટે આગામી
તા.22મી નવેમ્બર સુધી સુનાવણી મુલત્વી રાખી છે.

દિવાળીના
તહેવાર દરમિયાન ગઈ તા.૪થી નવેમ્બરના રોજ પાંડેસરા-વડોદમાં રહેતા શ્રમજીવી પરિવારની
અઢી વર્ષની બાળકીનું મૂળ બિહારના જહાનાબાદ જિલ્લાના વતની એવા આરોપી ગુડ્ડુકુમાર
મધેશ યાદવે બદકામના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરી
હતી.બહુચર્ચિત એવા પાંડેસરા દુષ્કર્મ-હત્યા કેસમાં સુરત પોલીસે સીસીટીવી ફુટેજના
આધારે ગેઈટ એનાલીસીસના આધારે આરોપી ગુડ્ડુકુમાર યાદવની ધરપકડ કરી જેલભેગો કર્યા
બાદ માત્ર સાત દિવસમાં જ 246 પાનાની ચાર્જશીટ રજુ કરી દીધું હતુ.

બીજી
તરફ ચાર્જશીટ રજુ થયાના બીજા દિવસે સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન
સુખડવાલાએ કુલ 43 દસ્તાવેજી પુરાવા તથા કુલ 68 જેટલા પંચ સાક્ષીઓનું લીસ્ટ સુપરત
કરીને આરોપી વિરુદ્ધ ચાર્જફ્રેમની કાર્યવાહી આટોપી લીધી હતી.ત્યારબાદ બીજા જ દિવસે
કુલ 22 પૈકી 19 સાક્ષીઓ તથા તા.18 નવેમ્બરના રોજ 11 સાક્ષીઓની જુબાની પુરી કરી
લેવામાં આવી હતી.

આજે આ
કેસમાં વધુ આઠ સાક્ષીઓની સરતપાસ તથા ઉલટતપાસ લેવામાં આવી હતી.જે સાક્ષીઓમાં આરોપી
ગુડ્ડુકુમાર યાદવ જેના મકાનમાં રહેતો હતો તે મકાનમાલિક
,આરોપીની ડાયરીની ઓળખ
આપનાર વ્યક્તિ
,પોલીસે ભોગ બનનાર તથા આરોપીના કપડાં કર્યા હતા
તે પંચ સાક્ષીઓ વગેરની જુબાની લેવામાં આવી હતી.જેથી કોર્ટે આ કેસની વધુ
સુનાવણી  આગામી તા.22મી નવેમ્બરે હાથ ધરવા
નિર્દેશ આપ્યો છે.જે મુદત દરમિયાન સરકારપક્ષે તપાસ અધિકારી તથા આરોપીની ઓળખપરેડ
કરાવનાર એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની જુબાની લઈને સરકારપક્ષના સાક્ષીઓની જુબાની
પુરી કરે તેવી સંભાવના છે.ત્યારબાદ આ કેસમાં આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા દલીલોના
સ્ટેજ બાદ સંભવતઃ કેસનો ઝડપી ચુકાદો આવે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!