ગણેશોત્સવ નિમિત્તે 300 ગણેશ મૂર્તિનું વિતરણ, રક્તદાન કેમ્પમાં 25 બોટલ રક્ત એકત્ર

On: September 13, 2026 4:21 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગણેશોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર, નાનાપોઢા તેમજ દાદરા અને નગર હવેલી-સેલવાસના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નાનાપોઢા ખાતે એન.આર. રાઉત હાઈસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં આશરે 300 શ્રી ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 25 બોટલ રક્ત એકત્રિત થયું હતું.

આયોજકોના જણાવ્યા મુજબ, અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓ જીવંત રહે તેમજ સનાતન ધર્મ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. ગણેશોત્સવ ઉપરાંત ભજન-કીર્તન, મંદિરોમાં દીવા પ્રગટાવવા સહિતની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં રક્તદાનને પણ સેવાકીય પ્રવૃત્તિ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. ‘રક્તદાન કરો, જીવન બચાવો’નો સંદેશ આપવામાં આવ્યો હતો. રક્તદાન કરનારાઓને ગણપતિ બાપાના આશીર્વાદરૂપે આકર્ષક ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન, નાનાપોઢા તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન પટેલ, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ગાવઢા, જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ભાજપ કપરાડા સંગઠન પ્રમુખ અરવિંદ કોતી, નાનાપોઢા ભાજપ સંગઠન પ્રમુખ નિમેષ ગાવિત, કપરાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ચેદરભાઈ ગાયકવાડ, દક્ષિણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત મંત્રી રાજેશ રાણા, વલસાડ વિભાગ મંત્રી અમિતભાઈ પટેલ,કપરાડામાં વિશ્વ હિન્દુ પરિષદની જવાબદારી સંભાળતા શંકર મહાકાળ, તિલકનાથ યાદવ,ધાકલભાઈ જાઝર, અંકિતભાઈ શાહ, વલસાડ જિલ્લા પંચાયતના માજી કારોબારી ચેરમેન ગુલાબભાઈ રાઉત, સાઈનાથ હોસ્પિટલના ડૉ. હેમંતભાઈ પટેલ તથા ભાજપના માજી મહામંત્રી ગણેશભાઈ બિરારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ધરમપુર, કપરાડા, નાનાપોઢા તથા દાદરા અને નગર હવેલી-સેલવાસના વિવિધ ધર્મમંડળોના આગેવાનો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, ધર્મજાગરણના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

રક્તદાન કેમ્પના આયોજનમાં વલસાડ રક્તદાન કેન્દ્ર અને ચિરંજીવી હોસ્પિટલનો સહયોગ રહ્યો હતો. ધાર્મિક અને સાંસ્કૃતિક જાગૃતિ સાથે રક્તદાન જેવા સેવાકીય કાર્યોને પ્રોત્સાહન આપવાનો સંદેશ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!