

વાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત KBS અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપીમાં શિક્ષણની સાથે રમત ક્ષેત્રમાં પણ વિશેષ તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી, સુરત અંતર્ગત વાપીની ROFEL આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આયોજિત ઇન્ટર-કોલેજ મહિલા ચેસ ટુર્નામેન્ટમાં સદર કોલેજે ભાગ લઇ ગર્વથી રનર-અપ સ્થાન મેળવ્યું છે. KBS કોલેજની મહિલા ચેસ ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ કૌશલ્ય, એકાગ્રતા અને ટીમ ભાવના દર્શાવી અને સંસ્થાને ગૌરવ અપાવ્યું. રનર-અપ ટીમના સભ્યોમાં જ્યોતિ ગઢવી – M.Com. પાર્ટ -II; દિવ્યા દાસ – F.Y.B.Com.; મોનિકા સિંહ – M.Com. પાર્ટ -I; સોનલ ચૌધરી – S.Y.B.B.A.; સ્વર્ણા ખારવાર – F.Y.B.Com.; પલ્લવી સિંહ – S.Y.B.B.A. હતા. દરેક ખેલાડી મિત્રોને જરૂરી તાલીમ અને માર્ગદર્શન રમત-ગમતના મદદનીસ પ્રાધ્યાપક ડૉ. મયુર પટેલ તેમજ મદદનીસ શ્રી રોહિતસિંહ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આમ સમગ્ર યુનીવર્સીટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉ.પૂનમ બી. ચૌહાણે ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા અને ભવિષ્યની સ્પર્ધાઓમાં તેમની સતત સફળતાની શુભેચ્છા પાઠવી હતી.




