પંડોર કોલક નદી ઉપર પેવર બ્લોક બેસાડી તંત્ર એ કર્યું અક્કલ નુ પ્રદર્શન, હજુ વર્ષ પૂર્ણ થાય તે પેહલા જ પેવર બ્લોક ઉખડી જતા વાહન ચાલકો પરેશાન

On: May 29, 2026 1:57 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

પરીયા અંબાચ પંડોર થઇ ને વાપી તરફ નીકળતો રોડ આજકાલ જાણે મીની સ્ટેટ હાઇવે થઇ ગયો છે અહીં ભારે વાહનો અને ઓવરલોડેડ ટ્રકને બગવાડા ટોલ નાકુ બચવવા માટે ગામડા ના રસ્તા થી આસાની થી લઇ જવાય છે ત્યારે સામાન્ય ગ્રામીણ કક્ષાના ટ્રાફિક માટે બનેલા આ રોડ ઉપર હવે હાઇવેના ભારી વાહનો પસાર થતા રોડ તૂટી ગયો છે અને ડામર રોડ અનેક જગ્યાએ તૂટી જતા તેની જગ્યાએ તંત્રએ પડેલા ખાડામાં પેવર બ્લોક બેસાડી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે જોકે આગામી દિવસમાં હવે ચોમાસુ આવનાર છે ત્યારે ફરીથી આ પેવર બ્લોક બહાર નીકળી જશે અને જે ખાડા પડ્યા હતા એના સ્થાને મોટા તળાવ સર્જાશે પંડોળ ખાતે આવેલા કોલક નદીના બ્રિજ ઉપર પણ ગત ચોમાસા દરમિયાન નાના મોટા તળાવો સર્જાયા હતા જેમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વારંવાર ની રજૂઆત ચોમાસુ પૂર્ણ થયા બાદ જાણે પડી હોય તેમ તંત્રએ આંખ તો ઉઘાડી પરંતુ અહીં કાયમી ધોરણે સમસ્યા દૂર કરવા માટે કોન્ક્રીટ રોડ બનાવવાના સ્થાને બ્રિજ ઉપર પડેલા ખાડામાં પેવર બ્લોક બેસાડી દેવામાં આવ્યા હતા . હવે આ પેવર બ્લોક કેટલા ટકાઉ છે એ તો કોન્ટ્રાક્ટર મહસાઈ જાણે પરંતુ હાલમાં સ્થિતિ એવી છે કે અહીંથી માટી ભરેલા 15 થી 20 ટન ના મોટા મોટા ટેન્કરો ડમ્પરો તેમજ ભારે વાહનો રોજિંદા પસાર થાય છે જેના કારણે બ્રિજની ઉપર બનાવવામાં આવેલા આ પેવર બ્લોક અનેક જગ્યાએથી ઉખડી ગયા છે જેના કારણે રોડ ઉપર ખાબડ થઈ ગયો છે આજે પણ ચોમાસા પહેલા જેવી સ્થિતિ હતી એ જ પ્રમાણેની સ્થિતિ ટ્રાફિકની જોવા મળે છે એટલે કે બ્રિજ આવતા જ તમામ વાહનો ખૂબ ધીમી ગતિએ બ્રિજ ઉપરથી પસાર થાય છે ત્યારે તંત્રએ માત્ર વૈકલ્પિક રસ્તાઓ શોધવાના સ્થાને કાયમી ધોરણે અહીં કોંગ્રેસના રોડ બનાવવાની જરૂર છે નહીં તો હવે ચોમાસાના માત્ર 15 દિવસ બાકી રહ્યા છે ત્યારે આ પંદર દિવસ દરમિયાન વરસાદ શરૂ થતા જ કોલક નદીના બ્રિજ ઉપર કલાકોનો ટ્રાફિકજામ સર્જાય તો નવાઈ નહીં પરંતુ પાણી આવે તે પહેલા પાળ બાંધી લેવી જોઈએ એવું તંત્ર ક્યારે શીખશે એ કહેવું મુશ્કેલી ભર્યું છે સાથે સાથે અહીંના સ્થાનિક શાસક પક્ષના અગ્રણીઓ ચૂંટણી સમયે મોટી મોટી ગુલબાંગો હાંકતા હતા પરંતુ હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ છે ત્યારે સામાન્ય જનતાના તેઓ ફોન ઉચકવા પણ રાજી ન હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે હવે લોકોને સ્પર્શતી આ પ્રાથમિક સમસ્યાને નિરાકરણ લાવવા માટે જો રાજકીય અગ્રણી આગળ નહીં આવે તો સ્થાનિક લોકો પણ આગામી સમયમાં આવા અગ્રણીઓને પાઠ ભણાવી શકે તેવો ગણ ગણાટ સાંભળવા મળી રહ્યો છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!