વાપી ટાઉન પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત 23 મોબાઈલ ફોન પોતાના મૂળ માલિકને પરત કર્યા

On: January 31, 2026 9:48 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી ટાઉન પોલીસ સ્ટેશને શુક્રવારે ૨૩ ખોવાયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપી નાગરિકો પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂ. ૫,૭૧,૬૯૧ જેટલી છે.

‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત વાપી ટાઉન પોલીસ સ્ટેશને શુક્રવારે ૨૩ ખોવાયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપી નાગરિકો પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂ. ૫,૭૧,૬૯૧ જેટલી છે.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી માનનીય વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મ્ય વધારવા અને પોલીસ પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધારવા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

સુરત રેન્જના માનનીય પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ સાહેબ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સાહેબ (IPS)ના માર્ગદર્શન હેઠળ ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ તે સૂત્રને ધ્યાનમાં રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વાપી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવે સાહેબના નિર્દેશન હેઠળ વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.પટેલે આ કાર્યક્રમને સફળ બનાવ્યો. પોલીસ ટીમે CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખોવાયેલા કુલ ૨૩ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.

આ કાર્યક્રમમાં પો.સ.ઇ. આર.ડી.પાટીલ, એ.એસ.આઇ. પ્રદીપસિંહ પ્રતાપસિંહ, અ.હે.કો. પ્રતિપાલસિંહ ભરતસિંહ, અ.હે.કો. ઋતુરાજસિંહ કિરતસિંહ, અ.હે.કો. સુનીલ મંગાભાઈ તથા અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પહેલ પોલીસ અને નાગરિકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!