શું તમે પણ તાડીના નશો કરવાનો શોખ છે ?જો હા ! તો,ચેતી જજો

On: November 6, 2025 12:12 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કારણ કે હવે તાડી પણ શુધ્ધ મળી નથી રહી એમાં પણ કેમિકલ ની ભેળસેળ થઈ રહી હોવાની વિગતો બહાર આવી છે.

તાજેતર માં વલસાડ નજીક હાઈવે ઉપર ના ધોબીકુવા ગામ માં ચાલતી કંપનીમાં એવું કેમિકલ ઝડપાયું છે જેનો ઉપયોગ તાડી નો નશો વધુ થાય તે ઉપયોગ માં લેવાતુ હતું.જે વલસાડ થી બનાવી વિવિધ રાજ્યો માં ખાસ કરી તેલંગાણા સુધી લઈ જવાતું હોવાનો ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે ડી આર આઈ ની ટીમે રેઇડ કરી અને વિપુલ પ્રમાણ માં જથ્થો મળી આવ્યો 

ડી આર આઈ દ્વારા આ કેમિકલ નો મોટો જથ્થો કબજે લેવાયો છે અને ચાર આરોપી ની ધરપકડ કરાઈ છે અંદાજિત ૨૨ કરોડ નો જથ્થો હોવાની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પકડાયેલું કેમિકલ અલ્પ્રાઝોલમ — ખતરનાક સાઇકોટ્રોપિક પદાર્થ છે જે લાંબે ગાળે નુકશાન કરતા છે.અલ્પ્રાઝોલમ એક સાઇકોટ્રોપિક ડ્રગ છે જે માનસિક શાંતિ માટેની દવા તરીકે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તેનું ગેરકાયદેસર ઉત્પાદન અને સેવન ગંભીર વ્યસનનું કારણ બને છે. તે માનસિક તેમજ શારીરિક રીતે ખતરનાક અસર કરે છે. દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવી દવાઓના દુરુપયોગના કેસોમાં વધારો નોંધાયો છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!