ડુંગરા માં જે ડી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથાને વિરામ અપાયો

On: November 6, 2025 1:42 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

દર્પણ દેસાઈ, મિત દેસાઈ તેમજ જે ડી પરિવારના સભ્યો અને સમસ્ત ડુંગરા ગ્રામજનો દ્વારા આયોજિત શ્રીમદભાગવત કથાનું કર્યું રસપાન

વાપીના ડુંગરા ગામે જે ડી પરિવાર અને ડુંગરા ના ગ્રામજનો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ખેરગામવાળા જાણીતા કથાકાર દેવું બાપુ ની આ ૫૦૦ મી કથા હોય તેમને શુભેચ્છા આપવા માટે પણ અનેક સંતો શ્રેષ્ઠી ઓ કથાકારો પ્રફુલભાઈ શુક્લ સહિત કથામાં ઉપસ્થિત રહ્યા હતાં.વાપીના જે ડી પરિવાર ના દર્પણ ભાઈ દેસાઈ અને તેમના પરિવાર તેમના પુત્ર મીત દેસાઈ દ્વારા આયોજન ને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.કથાના દિવસો દરમ્યાન અનેક અનાવિલ અગ્રણીઓ,વાપીના જાણીતા અગ્રણીઓ સહિત શહેર પ્રમુખ મનીષ દેસાઈ,પૂર્વ પ્રમુખ મિતેશ દેસાઈ,વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતિષભાઈ પટેલ,તેમજ ડુંગરા ના સ્થાનિક પૂર્વ પાલિકા પ્રમુખ પારૂલબેન તેમજ પરેશભાઈ સહિત અનેક હસ્તિઓ હાજરી આપી કથાનું શ્રવણ કર્યું હતું.કથા દરમ્યાન કૃષ્ણજન્મોત્વ,રુકમણી વિવાહ સહિત ના પ્રસંગો ખૂબ ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.ડુંગરા ગામના ઇતિહાસમાં પ્રથવાર ભવ્યાતિ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલ માં સંપન્ન થયો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!