
આજે દ્વિતીય દિવસની કથામાં બાપુ એ તીર્થની પરિભાષા,યજ્ઞની પરિભાષા અને પ્રકાશ પાથર્યો હતો
- મેં કોઈ પદવી નથી આપી તીર્થની અરીભાષા અહી સિદ્ધ થાય છે
- જ્યાં પાંચ વસ્તુ પોત પોતાની સમ્યક માત્ર માં ભેગી થઇ હોય એને તીર્થ કહી શકાય
- જે વિસ્તારમાં ચારે બાજુ પર્વતો હોય,નદી વહેતી હોય,તળાવ હોય,સરોવર હોય,સાધુ સંતો વસવાટ કરતા હોય તેને તીર્થ કહેવાય
- જે પ્રદેશમાં સમાજ ની આસ્થા ને અનુરૂપ સનાતન ધર્મ અને વૈદિક પરંપરા નું કોઈ આસ્થા નું કેન્દ્ર હોય એ તીર્થ છે
- ખેતી કરો છો તે યજ્ઞ છે મળશે શું એનો વિચાર કર્યા વગર વાવવું એ યજ્ઞ છે ખેતી યજ્ઞ છે
- ઘર આંગણે ભૂખ્યું આવે એને એવા ને તમે ભોજન આપો એ પણ યજ્ઞ છે
- કોઈના કાન માં પૂર્વગ્રહ છોડી સારો વિચાર નાખવો એ પણ યજ્ઞ છે
મોરારી બાપુના ખાંડા ગામમાં પડેલા પાવન પગલાં ને અને શ્રી રામકથા ને લઈ ને રામ મય બની ગયેલ ગામ માં આજે કથા ના દ્વિતીય દીને બાપુ એ તીર્થવાસી જ્યાં વસવાટ કરે છે એ તીર્થ કેમ અને કોને કહેવાય તે અંગે શ્રોતાજનો ને સમજાવ્યો હતું તેમણે કહ્યું શાસ્ત્રો માં એવું લખ્યું છે કે જ્યાં ડુંગરો નદીઓ સાધુ સંતો રહેતા હોય જ્યાં વારંવાર કોઈ સાધુ સંતો પાવન પગલાં પાડી ધરા ધન્ય કરતા હોય જે પ્રદેશમાં સમાજની આસ્થાને આનુરુપ સનાતન ધર્મ અને વૈદિક પરંપરા નું કોઈ આસ્થા નું કેન્દ્ર હોય એને તીર્થ કહેવામાં આવ્યું છે.

આજે ખાંડા ગામે ચાલી રહેલી શ્રી રામ કથામાં વ્યાસ પીઠ ઉપર થી બાપુ એ આવેલા પત્રો માંથી સ્થાનિક યુવાને લખેલા પત્ર માં તીર્થવાસી સંબોધન અંગે યુવાને આભાર વ્યક્ત કર્યો હતો જે બાબતે મોરારી બાપુ એ સ્પષ્ટતા કરી ને કહ્યું કે મેં કોઈ પદવી નથી આપી નથી અહીં તીર્થની પરિભાષા જ સિદ્ધ થાય છે જ્યાં પાંચ વસ્તુ પોત પોતાની સમ્યક માત્ર માં ભેગી થઇ હોય એને તીર્થ કહી શકાય જેમાં ડુંગરો હોય,નદીઓ હોય તળાવો સરોવરો હોય સાધુ સંતોના વસવાટ કરતા હોય અને જે પ્રદેશમાં સમાજ ની આસ્થા ને અનુરૂપ સનાતન ધર્મ અને વૈદિક પરંપરા નું કોઈ આસ્થા નું કેન્દ્ર હોય એ તીર્થ છે અહીંના જે ખેડૂતો ખેતી કરે છે એને પણ બાપુ એ એક યજ્ઞ હોવાનું જણાવ્યું તેમણે એમ પણ ઉમેર્યું કે શું મળશે એનો વિચાર કર્યા વગર જમીનમાં જે વાવેતર કરાય છે એ પણ યજ્ઞ છે.યજ્ઞ ના કુલ 5 પ્રકાર હોવાનું પણ જણાવ્યું જેમાં બીજા ના પેટમાં અન્ન પધરાવવું એ પણ એક યજ્ઞ છે.કોઈ ના કાન માં પૂર્વગ્રહ છોડી એક સારો વિચાર નાખવો એ પણ એક યજ્ઞ છે કથાના દ્વિતીય દિવસે બાપુ એ ગોસ્વામી તુલસીદાસજી દ્વારા વર્ણન કરવામાં આવેલા ભગવાન રામ ના નામનો મહિમા અને ક્યા યુગમાં કેવી રીતે આત્મજ્ઞાન મેળવી શકાય તે માટે જણાવ્યું હતું કલિયુગમાં રામનામ શ્રેષ્ઠ છે જેને ભગવાન શંકર થી લઈ ને માતા પાર્વતી પણ સતત લે છે તેમણે કહ્યું કે માત્ર રામ નામ માં માત્ર રા બોલવાથી દુઃખ પાપ નાશ થાય છે તો સમગ્ર રામનામ બોલવાથી તો આત્મજ્ઞાન મળી જાય છે આજે ચૈત્રી નવરાત્રીના બીજા દિવસે બાપુએ માતા પાર્વતી ના નામો પણ ગણાવ્યા શિવશક્તિ માં ભેદ નહિ પણ બન્ને એકજ તત્વ હોવાનું જણાવ્યું હતું
આજે કથાના બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા કથામાં આવનારા લોકોને સરળતા રહે તે માટે ધરમપુર ત્રણ દરવાજા થી વિશેષ એસ ટી બસ સેવા પણ સવારે 9 વાગ્યા થી શરૂ કરવમાં આવી છે જેથી અન્ય સ્થળે થી આવતા લોકોને કથા સ્થળ સુધી આવવા માં આશાની રહે .આજે મોટી સંખ્યામાં શ્રોતાજનો હાજરી આપી હતી



