રામ કથા એ જ્ઞાન યજ્ઞ નથી પરંતુ પ્રેમ યજ્ઞ છે; મોરારીબાપુ 

0
127

ધરમપુર ખાંડામાં આજે રામ કથાના ત્રીજા દિવસે બાપુએ 60 સંવત સરને વિસ્તૃત પરિભાષિત કરી 

સાધુ એ ભીડની વચ્ચે એકાંત શોધી લેવું નહિ તો વિકાર અને વિકૃતિ ઘેરી લે છે

ધરમપુર ખાતે ખાંડા ગામે આયોજિત શ્રી રામ કથા માં આજે વ્યાસ પીઠ ઉપર થી મોરારી બાપુએ 60 સંવત સર અંગે ની મહત્વની જાણકારી સાથે વર્તમાન સમય માં જીવન નિર્વાહ કરી રહેલ લોકોને કહ્યું કે સુખ અને દુઃખનું કારણ હું સ્વયં છું જેથી કોઈપણ વિપત્તિ કે તો બીજા ઉપર ક્યારેય દોસ્ત આપવો નહીં આજે બાપુએ કથામાં વ્યસનથી દૂર રહેવા ઈર્ષા દ્વેષ  અને નિંદા નહીં કરવા જણાવ્યું હતું તેમણે એમ પણ કહ્યું કે કોઈપણ મુશ્કેલીને હસતા હસતા સહન કરી લેવું એક કળયુગનું તપ છે 

રામકથાના ત્રીજા દિવસે મોરારીબાપુએ વ્યાસપીઠ ઉપરથી 60 જેટલા સંમતસર અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને દરેક સંવત સર સાથે જોડાયેલી કેટલીક કથાઓને લોકો સામે રસપ્રદ રીતે રજૂ કરી હતી અને સાથે જ તેમણે વ્યસન મુક્તિ ઈર્ષા દ્વેષ અને નિંદા થી દૂર રહેવા લોકોને અપીલ કરી હતી. તેમણે 60 જેટલા સંવત સર અંગે જણાવ્યું કે 20 બ્રહ્માનંદ મેં 20 વિષ્ણુ ના નામે અને 20 રુદ્ર નામે છે એટલે કે કુલ 60 સંમતસર છે જે ચિંતન કર્યું છે એમાં અહોભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે ગ્રંથોનું અવલોકન કરતા સમજવું પડે કે ઋષિમુનિઓએ મૂળ ખાધા છે એટલે કે એમની વાતમાં મૂળ તત્વ રહેલું છે બાપુને કહ્યું કે યુગો પહેલા આ ઋષિમુનિઓને વિચાર કેમ આવ્યો હશે કે અસ્તોમાં સદગમય આવા વિચારોને આપણે ઓળખી ન શક્યા તે માટે ક્ષમા યાચના કરવા માટેની આ કથા છે તેમણે દ્રષ્ટાંત આપતા કહ્યું કે એક સામાન્ય ઘરની આસપાસ 300 થી વધુ જીવો આનંદથી રહે છે પરંતુ ઘરમાં રહેતા બે જણા ક્યારેય શાંતિથી નથી રહી શકતા તેમણે કહ્યું કે રહેવું ક્યાં જોઈએ જે અંગે જણાવ્યું કે લોકોની ભીડ ન હોય શબ્દોનો દેકારો ન હોય સંબંધોની મજબૂરી ના હોય મહત્વકાંક્ષા ની ઝાડ ન હોય એવા સ્થળે નિવાસ કરવું જોઈએ તેમણે સાધુ સંતો માટે કહ્યું કે સાધુએ ભીડની વચ્ચે એકાંત શોધી લેવું જોઈએ નહીં તો વિકાર અને વિકૃતિ ઘેરી લેશે.

બાપુએ કેટલાક સાહિત્યકાર અને કવિઓની પંક્તિઓ પણ આ પ્રસંગે ટાંકી હતી 

“ના કોઈ ગુરુ ના કોઈ ચેલા,

અકેલે મે મેલા , મેલેમે અકેલા …

તેમણે પ્રમોદ સંવત સર માટે કહ્યું કે ભલે આપણે કોઈને દુઃખમાં બોલાવી અને તે આવે કે ન આવે પણ આપણે તેમને યાદ તો કરવા જ જોઈએ જેમ કે ઈશ્વર 

તેરી મુશ્કેલ મે કામ આઉં કે ન આઉં 

લેકિન જરૂરત પડે તો આવાઝ લગા દેના તું, તુજે અચ્છા લગેગા…

આમ આમ મુશ્કેલીમાં દરેક લોકો ભલે ભગવાન આવે કે ના આવે પણ હંમેશા યાદ કરતા હોય છે અને તેનું નામ લેવાથી એક અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ભાવ ઉત્પન્ન થાય છે આ પ્રસંગે ચિંતા અંગે જણાવ્યું કે માણસ ને પોતાની મૂઢતા નો જે શ્રાપ મળ્યો છે એનું નામ ચિંતા છે એવું મહર્ષિ અરવિંદ કહી ગયા છે..વૃદ્ધત્વ માં પ્રવેશી ગયેલા માટે કહ્યું કે દરેકે વિચારો થી યુવાન રહેવું જોઈએ ઊર્જા ઘટે પણ ઉત્સાહ ના ઘટે બાપુ એ યજ્ઞ માં આહુતિ આપવામાં આવતા સમાન્ય 7 સમિધ લોકો જાણે છે પણ કુલ 21સમિધ છે આજે મોટી સંખ્યામાં શ્રોતા જનોથી કથા મંડપ છલકાયો હતો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here