[ad_1]
![]()
અમદાવાદ, મંગળવાર
અમદાવાદના સરદાર
વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે સવારે પવનની વિરુદ્ધ દિશામાં ગતિ હોવાથી એર ટ્રાફિક કન્ટ્રોલ
ટાવર (એટીસી) એ ફ્લાઈટ લેન્ડિંગ માટે મંજૂરી નહીં આપતા તેને ઇન્દોર ડાઈવર્ટ કરવી પડી
હતી. આ ફ્લાઇટ ઇન્દોરથી સવારે રવાના થાય તે પહેલા જ અમદાવાદ એરપોર્ટનો રન-વે બંધ થઈ
ગયો હતો. આમ, દિલ્હીના મુસાફરો રઝળી ન પડે તે માટે તેમને અમદાવાદથી બાયરોડ વડોદરા એરપોર્ટથી
લઇ જવા પડયા હતા. જેના કારણે ૪૦૦થી વધુ મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા.
અમદાવાદથી દિલ્હી
જતી ઇન્ડિગોની ફ્લાઇટ સવારે ૮ઃ ૩૫ કલાકે ટેકઆફ
થાય તે પહેલાં સવાર ૨૧૬ જેટલા મુસફરોનું સિક્યોરિટી ચેકીંગ થઈ ગયું હતું. ફ્લાઇટ અમદાવાદના
રડારમાં આવી પહોંચી હતી. ફ્લાઇટના લેન્ડિંગની
વિરુદ્ધ દિશામાં પવન હોવાથી ૧૫ મિનિટ સુધી
આકાશમાં ચક્કર મારવા પડયા હતા. કેપ્ટને વિમાન ને ઉતારવા માટે બે વખત પ્રયાસ કરવા છતાં
લેન્ડીંગ શક્ય ન બનતા આખરે ફ્લાઇટને ઇન્દોર
ડાઇવર્ટ કરવી પડી હતી. આમ, અમદાવાદથી દિલ્હી જનાર ૨૧૬ મુસાફરો એરપોર્ટ પર રાહ જોઈને
બેઠા હતા. પરંતુ ફ્લાઈટ ઇન્દોરથી અમદાવાદ આવે તે પહેલાં રન-વે બંધ થઈ ગયો હતો.
આમ ,દિલ્હીથી અમદાવાદ જતા મળી કુલ ૪૦૦ મુસાફરો માટે રનવે વધુ
સમય ખુલ્લો રાખવા મંજૂરી માંગી હતી પરંતુ ન
મળતા દિલ્હી જતા મુસાફરો રોષે ભરાયા હતા. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા વિદેશથી આવેલા
એક બિઝનેસમેનના પ્રાઇવેટ જેટ વિમાન લેન્ડિંગ
માટે રન-વે સ્પેશિયલ કેસમાં ખોલવો પડયો હતો. તાજેતરમાં એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટને ટેકઆફ માટે રન-વે બે કલાક વધુ ઓપન રાખવાની
મંજૂરી મળી હતી. આજે બનેલી ઘટના માં મંજૂરી ન આપતા અનેક તર્કવિતર્ક ઉભા થયા છે. ઈન્દોરની
આ ફ્લાઇટ વડોદરા ખાતે ૧૦ઃ૪૫ કલાકે આવી ચૂકી હતી.
એરલાઇન કંપનીએ
મુસાફરોને પૂરું રિફંડ કે બીજી તારીખમાં ચાર્જ વિના તારીખ બદલાવી આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. બીજીતરફ એરલાઇન કંપનીએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી ઇન્દોર ડાઈવર્ટ થયેલી ફ્લાઇટને વડોદરા એરપોર્ટ પર
ઉતરણ કરવાનો નિર્ણય લીધો હતો. આમ ૃ, અમદાવાદથી ૧૩૦ મુસાફરોને બસમાં બાય રોડ વડોદરા એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી
તેમને દિલ્હી લઈ જવાયા હતા જ્યારે દિલ્હી
અમદાવાદના સવાર ૧૮૬ મુસાફરોને વડોદરા એરપોર્ટથી
બાય રોડ અમદાવાદ પહોંચાડવાની ફરજ પડી હતી. આ પરિસ્થિતિને કારણે બંને મુસાફરો ને ભારે
અવ્યસ્થાનો સામનો કરવો પડયો હતો.
ક્રોસ વિન્ડમાં
ફ્લાઇટ ફંટાઇ જવાનું જોખમ રહે છે
એરક્રાફ્ટના લેન્ડિંગ
માટે પવનની દિશા ખૂબ જ મહત્વની હોય છે. પવનની દિશા વિરુદ્ધ હોય અને તેમાં પાયલોટ લેન્ડિંગ
કરવાનો પ્રયાસ કરે તો તે સ્થિતિમાં એરક્રાફ્ટ ફંટાઇ જવાનું જોખમ રહે છે. ક્રોસ વિન્ડમાં
નાનકડી બેદરકારી પણ મોટી મુસિબત સર્જે તેવી સંભાવના હોવાથી મોટાભાગના પાયલોટ એરક્રાફ્ટને
ડાઇવર્ટ કરવાના વિકલ્પ પર જ પસંદગી ઉતારતા હોય છે.
[ad_2]
Source link






