[ad_1]

વડોદરા,તા.22 માર્ચ 2021,મંગળવાર
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગેરકાયદેસર પહાડી પોપટ રાખનાર ઈસમેં પોલીસની હાજરીમાં જીવ દયા કાર્યકરને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેનો બનાવ પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે.
ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થામાં ફરજ બજાવતા રમેશભાઈ યાઇશએ ફરિયાદ નોંધાવી હતી કે, અમારી સંસ્થાને પાણીગેટ કહાર મોહલ્લામાં રહેતા કમલેશ કહારે એક પહાડી પોપટ તથા વન્ય જીવ ગેરકાયદેસર રીતે રાખ્યા હોવાની માહિતી મળી હતી. જેથી પાણીગેટ પોલીસ સ્ટેશનની સીટીમ સહિતના પોલીસ કર્મચારીઓ સાથે કમલેશ કહાર ના ઘરે તપાસ કરતા પોપટ મળી આવ્યો હતો. તેને પિંજરામાંથી બહાર કાઢવા જતાં પોલીસ કર્મચારીઓની હાજરીમાં કમલેશ કહારે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે પોલીસે કમલેશ કહાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
[ad_2]
Source link






