SGST અને CGST સમાન હિસ્સામાં હોવા છતાં બંને ઑફિસોના નિર્ણય વિપરીત

On: March 22, 2022 11:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, સોમવાર

ગુડ્સ અન્ડ સર્વિસ ટેક્સ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે ફિફ્ટી ફિફ્ટી વિભાજિત થતો હોવા છતાંય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની એક ઑફિસમાં ગુનેગાર ઠરનાર વેપારી બીજી ઑફિસમાં નોટિસને પાત્ર પણ ન બનતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પાંચ કંપનીઓને કાયદેસર જીએસટીની ચોરીની નોટિસ આપ્યા પછી રાઈટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ એક પણ કંપનીને નોટિસ ન આપી હોવાનો લેખિત જવાબ આપીને તેને નો ડયૂ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવાનો રસ્તો અધિકારીઓ પોતાની રીતે ખોલી રહ્યા હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. 

આ હકીકત જ બતાવે છે કે સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ પોત પોતાના તાનમાં મસ્તાન છે. પોત પોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે અન ેસેટિંગ કરી રહ્યા છે. પરિણામે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કૌભાંડો પર સંપૂર્ણપણે  પડદો પડી જવાની શક્યતા સતત હાથ તાળી આપી રહી છે અને બોગસ બિલિંગ સહિતના ગુનાઓ વધી રહ્યા છે. કેટલાક પક્ષકારોને નોટિસ આપ્યા પછી તેને નોટિસ જ ન આપી હોવાનું લેખિતમા ંજણાવી દઈને ઑફિસરો સેટિંગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પક્ષકાર ગેરરીતિ આચરવા માટે જવાબદાર ન હોવાનું દર્શાવવા માટેનું કારણ અધિકારીઓ આ રીતે ઊભા કરી રહ્યા છે. આ રીતે ગેરરીતિ આચરનારાઓને જતાં કરી દેવામાં સંબંધિત અધિકારીઓ સફળ પણ જઈ રહ્યા છે. આમ આ પ્રકારના કિસ્સાઓ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ચાલી રહેલી ગેરરીતિઓમાં ઓફિસરોનું ઇન્વોલ્વમેન્ટ પણ એટલું જ હોવાના નિર્દેશો તેના પરથી મળી રહ્યા છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વસૂલી કરવામાં આવતી રકમમાંથી અડધો હિસ્સો કેન્દ્ર સરકારને અને અડધો હિસ્સો રાજ્ય સરકારને ફાળે જાય છે. તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવે તો બંને એજન્સીઓ માટે જે તે વેપારી ગુનેગાર બને છે. પરંતુ ચોંકાવનારી બાબત તો એ છે કે એક એજન્સીએ જે વેપારીને નોટિસ આપીન ેતેની પાસેથી કરોડોની રકમની રિકવરી કરી હોવા છતાંય તેને બીજી એજન્સીએ નોટિસ આપ્યા બાદ તેને નોટિસ જ ન આપી હોવાનો લેખિત ખુલાસો કરી દે છે. આ જ હકીકત દર્શાવે છે કે દરેક અધિકારીઓ પોત પોતાના તાનમાં મસ્તાન છે. પોતાને ઇચ્છા થાય તે પ્રમાણે ઓર્ડર કરીને રિકવરી કરી રહ્યા છ ેકે પછી રિકવર કરવાને પાત્ર રકમ જ તી કરી રહ્યા છે. હા, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના કાયદાની કલમ ૫ અને ૬મા ંકરવામાં આવેલી જોગવાઈ હેઠળ સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીના અધિકારી જે તે વેપારી પાસે બંને વેરા વસૂલ કરવાનો અધિકાર ધરાવે છે. પરંતુ તેમ થવાને બદલે બીજી એજન્સી વેપારીને નિર્દોષ છોડી દેવા માટેની ભૂમિકા ઊભી કરે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!