[ad_1]
મોડાસા,તા. 28
રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા ભિષણ યુધ્ધના પગલે પેટ્રોલીયમ
પેદાશોની માંડી આયાત થતી ચીજ વસ્તુઓના ભાવો વધશે એવા ફફડાટ વચ્ચે જ અમૂલ ફેડરેશન દ્વારા
દૂધના તમામ પ્રકાર ઉપર લીટરે રૂ.૨ નો વધારો કરતાં જ મધ્યમ વર્ગીય પ્રજાનું બજેટ ખોરવાયું
છે. અમૂલ દ્વારા લીટરે રૂ.૨ નો ભાવ વધારો કરતાં મોડાસા નગરજનોને માથે રોજના ૩૦ હજાર
અને માસિક સરેરાશ રૂ.૯ લાખનું ભારણ વધશે એમ મનાઈ રહયું છે.
રાજયમાં જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓના ભાવ વધી રહયા છે. પાંચ રાજયોમાં
ચૂંટણી બાદ અને યુક્રેન-રશિયા વચ્ચેના યુધ્ધને લઈ આગામી દિવસોમાં પેટ્રોલ,ડીઝલ,ગેસ સહિત જીવન જરૂરીયાતની
ચીજ વસ્તુઓ જેવી કે ખાદ્યતેલ,કઠોળ,અનાજ,મસાલા સહિતના ભાવમાં
વધારો થશે એમ મનાઈ રહયું છે. ત્યારે અચાનક અમૂલ દૂધની જુદાજુદા ૯ પ્રકારોમાં લીટરે
રૂ.૨ ના ઉભરાથી જ પ્રજામાં રોષ વર્તાઈ રહયો છે. આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે
એમ ગૃહિણી દિપ્તીબેન શાહે જણાવતા ભાવ વધારો સૌને દઝાડી રહયો છે.મોડાસા નગર અને તેની
આસપાસના વિસ્તારોમાં રોજનું ૧૫ હજાર લીટર દૂર માત્ર અમૂલ બ્રાન્ડ જ વપરાય છે. દૂધ વિતરણ
સાથે જોડાયેલ નગરની જાણીતી સંસ્થા જેસીસ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત નગરજનોને
અમૂલ દૂધનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ કરાવાઈ રહયો છે. ત્યારે રોજનું ૫૫૦૦ લીટરનું વેચાણ
કરતી આ સંસ્થાને પર ડે દૈનિક બીલમાં રૂ.૧૧ હજારનો અને માસિક રૂ.૩.૩૦ લાખનો માત્ર વધારો
ચૂકવવાનો વારો આવશે.એમ સેક્રેટરી મુકુન્દ શાહે જણાવ્યું હતું.જયારે અમૂલ બ્રાન્ડના
જુદાજુદા પ્રકાર એવા તાજા,ગોલ્ડ,શક્તિ સહિતના ૯ પ્રકારના
દૂધના નગરમાં ૧૫ હજાર લીટર વપરાશ સામે નગરજનોને રોજના ૩૦ હજાર અને માસિક રૂ.૯ લાખનું
ભારણ માત્ર અમૂલ દૂધમાં જ ચૂકવવાનું રહેશે.આમ છેલ્લા આઠ માસમાં અમૂલ દૂધમાં ભાવ વધ્યાના
પગલે પ્રજામાં તંત્ર સામે કચવાટની લાગણી પ્રસરી છે, અને સરકાર મોંઘવારી
ઉપર નિયંત્રણ મેળવે તેવી સર્વત્ર માંગ વર્તાઈ રહી છે.
ખાનગી ડેરી અને પુશપાલકો પણ દૂધનો ભાવ વધારશે
મોડાસા નગરમાં અમૂલ બ્રાન્ડ દૂધનો રોજનો ૧૫ હજાર લીટર વપરાશ
છે,અન્ય ખાનગી ડેરીઓ
દ્વારા અને સ્વતંત્ર રીતે પશુપાલકો દ્વારા રોજનું હજારો લીટર દૂધ ઘરે બેઠા પુરૂ પડાય
છે,આમ નગરમાં સરેરાશ
૬૦ હજારથી વધુ લીટર દૂધનો વપરાશ થતો હોવાનું મનાઈ રહયું છે. ત્યારે અમૂલ બાદ આ ખાનગી
ડેરીઓ અને પશુપાલકો પણ ભાવ વધારશે તો નગરના તમામ નગરજનોને રોજના રૂ.૧.૨૦ લાખ અને માસિક
રૂપિયા ૩૬ લાખનું ભારણ વધશે.
દૂધ વિક્રેતાઓના કમીશન પણ વધારો
દિલીપ પટેલ ઃ મિલ્ક એસોસિયેશન
મિલ્ક એશોસીયેશનના અગ્રણી દિલીપભાઈ પટેલે આ ભાવ વધારા બાદ દૂધ
વિક્રેતાઓને છેલ્લા કેટલાક સમયથી કમીશન વધારવામાં આવતું ન હોવાનું જણાવ્યું હતું.તેઓના
મતે ડેરીઓના દૂધ ઉત્પાદનને નિયમિત પણે ગ્રાહકો સુધી વિક્રેતા પહોંચાડે છે,પરંતુ માત્ર થેલી
દીઠ ૩૫ પૈસાના કમીશન સામે લીકેજની સમસ્યાથી વિક્રેતાઓની કેડ ભાંગી છે. એક થેલી વેચી
૩૫ પૈસા કમાવવા જતાં કેટલીક વાર રૂ.૩૦ ની ખોટ સહન કરવી પડે છે. ત્યારે કમીશનમાં પણ
વધારો આ મોંઘવારીના સમયમાં જરૂરી હોવાનું આ અગ્રણીએ જણાવ્યું હતું.
[ad_2]
Source link






