જામનગર તાલુકાના સુમરી ભલસાણ ગામની પરણિતાનો બીમારીથી કંટાળીને ઝેર પી લઇ આપઘાત

On: February 15, 2022 2:49 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર : જામનગર તાલુકાના સુમરી ભલસાણ ગામમાં રહેતી એક પરણિતાએ પોતાની માનસિક બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લઈ આત્મહત્યાનું પગલું ભરી લીધું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સુમરી ભલસાણ ગામમાં રહેતી અનિતાબેન નાજાભાઇ છૈયા નામની ૨૫ વર્ષની પરણીત યુવતીએ પરમદીને પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ જે ગૌરી બેન કેશુભાઈ જાટિયા એ પોલીસને જાણ કરતાં પંચકોશી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવતી છેલ્લા ચારેક મહિનાથી માનસિક બીમારીથી પીડાતી હતી. જે બીમારીના કારણે જિંદગીથી કંટાળી જઇ આ પગલું ભરી લીધાનું જાહેર કરાયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!