[ad_1]
પાલનપુર,
તા. 14
બનાસકાંઠા જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક
આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ ૩ અને વર્ગ ૪ના કર્મચારીઓ પુરા પાડવાનો કોન્ટ્રાક્ટ છ
વર્ષથી જે એજન્સી પાસે તે એજન્સી દ્વારા આ નાના વર્ગના કર્મચારીઓને પગાર બોનસ લીવ
ઓન કેશ અને ડ્રેસ વોશિંગના નાણામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાની રાવ ઉઠી છે
અને જીલ્લા વિકાસ અધિકારી આ મામલે નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગણી કરવામાં આવી છે
ગરીબ કર્મચારીઓનું શોષણ અટકાવવા અને એમને પુરતુ વેતન મળી
રહે એ માટે નવેમ્બર ૨૦૨૦ થી એસ્ક્રો એકાઉન્ટ મારફતે જ કર્મચારી ઓને ચુકવણુ કરવા
અને પગાર બોનસ લીવ ઓન કેશ અને ડ્રેસ વોશિંગના નાણાં સીધા કર્મચારીઓના ખાતામાં
ચુકવવા આરોગ્ય કમિશનર દ્વારા આદેશ કરવા છતાં પણ બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના
અધિકારીઓ એજન્સીને બોનસ લીવ ઓન કેસ અને ડ્રેસ વોશિંગના નાણાં ન ચુકવી ભ્રષ્ટાચાર
આચરવામાં આવી રહ્યો હોવાની રાવ ઉઠી છે. ત્યારે આઉટસોસગ કર્મચારીઓએ સોમવારે પોસ્ટર
સાથે દેખાવો યોજી જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી. જેમાં કર્મચારીઓને પ્રતિ
માસ ૧૫૦૦ રૃપિયા જેટલું નુકસાન થઈ રહ્યું હોઈ આ બાબતે તાત્કાલિક તપાસ કરી
કર્મચારીઓના હકના નાણાં પરત કરવાની માંગ કરી હતી અને તેમને ન્યાય નહિ મળે તો ઉગ્ર
આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવા આવી હતી.
[ad_2]
Source link






