Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાર નવા એસ્કેલેટરનું ઉદ્ધાટન, મુસાફરોને રાહત

On: February 6, 2022 2:48 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.05 ફેબ્રુઆરી 2022,શનિવાર

અમદાવાદ રેલવે સ્ટેશન પર શનિવારે પ્લેટફોર્મ નંબર ૨/૩ અને ૪/૫ ઉપર નવા નાંખવામાં આવેલા ચાર એસ્કેલેટરનું ઉદઘાટન અમદાવાદ પશ્ચિમના સાંસદ દ્વારા કરવામાં આવ્યું હતું. ૨.૮૮ કરોડના ખર્ચે નંખાયેલા આ એસ્કેલેટર પર દર કલાકે ૬ હજાર મુસાફરોની અવર-જવર રહેશે. આ સુવિધાથી દિવ્યાંગ, અશક્ત, વૃદ્ધ મુસાફરોને મોટી રાહત મળી રહેશે. 

અમદાવાદ રેલવે સ્ટેશન પર ૧૨ પ્લેટફોર્મ આવેલા છે જેમાં સૌપ્રમથ વખત ચાર પ્લેટફોર્મ પર ચાર એસ્કેલેટેર લાગી જતા હવે મુસાફરોએ ટ્રેન પકડવા માટે શારીરિક શ્રમ ઓછો કરવો પડશે. અત્યાર સુધી પગથિયા ચઢ ઉતર કરવા પડતા હોવાથી ટ્રેનની મુસાફરી શ્રમયુક્ત હતી હવે મુસાફરોને પ્લેટફોર્મ પર અવર-જવર કરવામાં  ખાસી એવી રાહત રહેશે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્રવેશદ્વાર  પાસે બે એસ્કેલેટર છે અને બહાર નીકળવાના માર્ગ પર આરપીએફ ઓફિસ પાસે બે એસ્કેલેટર છે. આમ હવે  કુલ ૮ એસ્કેલેટરની સુવિધા થઇ ગઇ છે. પ્લેટફોર્મ પર તો મુસાફરોએ પગથિયા જ ચઢ-ઉતર કરવા પડતા હતા. પરંતુ હવે પ્લેટફોર્મ નંબર ૨ થી ૫ ઉપર એસ્કેલેટરની સુવિધા ઉપલબ્ધ થતા મુસાફરો માટે ટ્રેનની મુસાફરી વધુ આરામદાયક બની રહેશે. 

પ્લેટફોર્મ પર આ ઉપરાંત ૯ લિફ્ટ પણ છે. આગામી સમયમાં તમામ ૧૨ પ્લેટફોર્મ પર એસ્કેલેટરની સુવિધા પુરી પાડવાની યોજના છે અને તે દિશામાં કામ ચાલી રહ્યું હોવાનું રેલવેના અધિકારીઓ જણાવી રહ્યા છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!