સુરતના સ્મશાનો વિકસાવાશેઃ લિંબાયત માટે સૌથીવધુ કુલ રૃા.20 કરોડની ગ્રાન્ટ

On: February 3, 2022 9:42 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


લિંબાયતના સ્મશાન માટે
ભાજપ નેતાના ઇશારે સૌથી વધુ ગ્રાન્ટ અપાયાનો આક્ષેપ

સુરત,

સુરતમાં કોરોનામા
ંથયેલા મરણ અને ત્યાર બાદ અંતિમ ક્રિયા માટે લાંબી લાઈનો લાગી હતી તેના કારણે પાલિકાએ
નવા વિસ્તારના સ્મશાન અને હયાત સ્મશાનોને ડેવલપ કરવા માટે છુટા હાથે ગ્રાન્ટ ફાળવી
રહી છે. જોકે, લિંબાયતના સ્મશાનને સૌથી વધુ રૃા.20 કરોડની ગ્રાન્ટ ફાળવાતા વિવાદ થયો
છે.

લિંબાયતના સ્મશાન
માટે સ્થાયી સમિતિએ આજે 6.23 કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી છે તેની સાથે અત્યાર સુધીમાં
વીસ કરોડથી વધુ રૃપિયાની ફાળવણી લિંબાયત સ્મશાન માટે કરવામાં આવી છે.  જ્યારે બીજી તરફ કોરોના કાળ દરમિયાન સૌથી વધુ વ્યસ્ત
હતી તેવી અશ્વનીકુમાર, જહાંગીરપુરા અને ઉમરા સ્મશાન ભુમીના વિસ્તૃતિકરણ માટે માંડ એક
કે બે કરોડ રૃપિયાની ગ્રાન્ટ ફાળવવા માટે આયોજન થયું છે. લિંબાયતમાં ભાજપના નેતાના
ઈશારે મોટી રકમ ફાળવવામા ંઆવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

સ્થાયી અધ્યક્ષે જણાવ્યું હતું કે, અન્ય સ્મશાન
ભુમિના ઈન્ફાસ્ટ્ર્કચર માટે પણ આયોજન છે. મ્યુનિ.ના હદ વિસ્તરણ  બાદ જે ગામોનો પાલિકામાં સમાવેશ થયો છે તે ગામના
સ્મશાન માટે ફંડ અપાશે. કોવિડ વખતે જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેવું ભવિષ્યમાં
ન થાય તે માટે સ્મશાનોને ડેવલપ કરવા માટેની કામગીરી થશે. સ્મશાનના ટ્રસ્ટ દ્વારા જે
રકમ માગવામાં આવશે તે રકમ આપવામાં આવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!